કિડનીમાંથી વગર ઓપરેશને સૌથી મોટી પથરી કાઢી વિશ્ર્વ રેકોર્ડ બનાવ્યો : ઠેર-ઠેરથી શુભેચ્છા વર્ષા

29 November 2018 01:01 PM
Botad
  • કિડનીમાંથી વગર ઓપરેશને સૌથી મોટી પથરી
કાઢી વિશ્ર્વ રેકોર્ડ બનાવ્યો : ઠેર-ઠેરથી શુભેચ્છા વર્ષા

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મેળવતાં બોટાદના હોમિયોપેથીક ડોકટર : પેશાબની નળીમાંથી સૌથી મોટી પથરી કાઢી ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા : બોટાદના હોમિયોપેથીક ડો.જીજ્ઞેશ હડિયલની સિઘ્ધિ

Advertisement

(ઘનશ્યામ પરમાર) બોટાદ તા.29
બોટાદના ખ્યાતનામ હોમિયોપેથીક ડોક્ટર જીજ્ઞેશ એમ. હડિયલ બોટાદના પાળીયાદ રોડ પર એસ.ટી. બસ સ્ટેશનની બાજુમાં આવેલ ભાગ્યોદય કોમ્પલેક્ષમાં "નિરામય હોમિયો કેર" નામનું પોતાનું ખાનગી ક્લિનિક ચલાવે છે.પોતાના ક્લિનિક માં પોતે હોમિયોપેથીક સારવાર કરે છે અને દર વર્ષે ઘણી બધી પથરીઓ ઓપરેશન વગર કાઢે છે.
પ્રાપ્ત વિગત મુજબ રાણપુર તાલુકાના બોડીયા ગામના ગંગારામભાઈ ધરમશીભાઈ જાદવ ઘણા સમયથી પથરીની તકલીફથી પીડાતા હોઈ જેમને પેટમાં દુ:ખાવો થતા રિપોર્ટ માં 22ળળ ની પથરી કિડની માં હોવા નું જાણવા મળ્યું.ડો.હડિયલ પાસે જતા તેઓએ તેમને ઓપરેશન માટે જણાવ્યું પરંતુ દર્દી ને અગાઉ ભૂતકાળમાં સાહેબ ની દવાથી 3-4 પથરી અલગ અલગ સાઈઝની ઓપરેશન વગર નીકળી ગયેલ હોઈ અને સાહેબના જુના ત્રણ વિશ્વ વિક્રમથી પણ પરિચિત હોતા ને દવા માટે જણાવેલ અને પ્રયત્ન કરવા માટે જણાવેલ.દર્દીના અતિ આગ્રહને વશ થઈ ડો.હડિયલ દ્વારા દર્દીની સારવાર શરૂ કરવામાં આવેલ અને થોડો સમય દવા લીધા બાદ નવો રિપોર્ટ કરાવતા પથરી ની સાઈઝમાં ઘટાડો થયેલ અને 19એમએમ અને ત્યારબાદ 18એમએમ થઈ ગયેલ અને ત્યારબાદ 18એમએમ ની આખી પથરી 85 દિવસમાં નીકળી જતા દર્દીને ખુશીનો આનંદ થયો અને ઓપરેશન તેમજ તેના ખોટા ખર્ચમાંથી બચી જવા પામેલ.પથરી નીકળતા સોનોગ્રાફી રિપોર્ટ,પથરી તેમજ જરૂરી ડોક્યુમેન્ટ જીનિયસ ફોઉન્ડેશન દ્વારા સંચાલિત વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા ની ઓફિસ પર મોકલતા તેઓની ટીમ દ્વારા પૂરતી ખરાઈ અને ચકાસણી કર્યા બાદ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં ડો.હડિયલ ને સ્થાન મળ્યું. ટીમ દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ અને મેડલ મેઘજીભાઈ કણઝરિયા ચેરમેન ,ગુજરાત રાજ્ય ઉધોગ બજાર સમિતિ, ગાંધીનગર, શંકરભાઇ દલવાડી ચેરમેન, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર, વલ્લભભાઈ ધારવિયા,ધારાસભ્ય-જામનગર ગ્રામ્ય,મહાસુખભાઈ કણઝરિયા, પ્રમુખ, નગરપાલિકા-બોટાદ તેમજ સમસ્ત સતવારા જ્ઞાતિ ટ્રષ્ટ,બોટાદ દ્વારા અર્પણ કરવામાં આવ્યા.આ સાથે જ સમગ્ર ગુજરાત ભરના સતવારા સમાજમાં આનંદ અને હર્ષ ની લાગણી જોવા મળી. આ વિશ્વ વિક્રમ થતા જ ડો.હડિયલે સમગ્ર સતવારા સમાજનું તેમજ સમગ્ર બોટાદ જિલ્લાનું નામ રોશન કર્યું.


Advertisement