વિશ્ર્વભરમાં દર વર્ષે 50,000 મહિલાઓને પાર્ટનર અથવા પરિવાર દ્વારા પતાવી નાખવામાં આવે છે

29 November 2018 12:32 PM
Woman World
  • વિશ્ર્વભરમાં દર વર્ષે 50,000 મહિલાઓને પાર્ટનર અથવા પરિવાર દ્વારા પતાવી નાખવામાં આવે છે

ઘર જ જોખમી સ્થળ : મહિલાઓની હત્યાના 10 કેસોમાં 6 પાર્ટનર અથવા પરિવારજના સભ્યો દ્વારા કરવામાં આવે છે

Advertisement

યુએન તા.29
પાર્ટનર અથવા સગાસંબંધી દ્વારા મહિલાને મારી નાખવાના બનાવો સમગ્ર વિશ્ર્વમાં વધ્યા છે. યુનાઈટેડ નેશન્સના અભ્યાસમાં સોઈ ઝાટકી કહેવાયું છે કે ઘર જ મહિલાઓ માટે સૌથી જોખમકારક સ્થળ બન્યું છે.
યુનાઈટેડ નેશન્સ ઓફેન્સ અને ડ્રગ્સ ઓડ ક્રાઈમ (યુએનઓડીસી) ના અભ્યાસમાં જણાવ્યું છે કે વિશ્ર્વભરમાં લગભગ 50000 મહિલાઓને હાલના અથવા પુર્વ પાર્ટનર (જીવનસાથી અથવા પ્રેમી) અથવા પરિવારના સભ્ય દ્વારા મારી નાખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘરમાં જ દરરોજ 137 અથવા દર છ કલાકે એક મહિલાની હત્યા થાય છે.
યુએનઓડીસીના એકઝીકયુટીવ ડીરેકટર યુરી ફેડોટોવએ એક નિવેદનમાં જણાવ્યું છે કે માનવવધના બનાવોમાં મોટાભાગે પુરુષો ભોગ બને છે, પણ લૈંગિક અસમાનતાના કારણે મહિલાઓને ઉંચી કિંમત ચૂકવવી પડે છે.
યૌન શોષણ અને પ્રતાડના થઈ હોવાની મહિલાઓએ ‘મીટુ’ કેમ્પેઈન હેઠળ જાહેરાત કરી હોય છતાં તેમના પાર્ટનર અથવા પરિવાર દ્વારા તેમની હત્યા થયાની શકયતા પુરુષો કરતાં વધુ છે.
2012 અને 2017 વચ્ચે હત્યાના આવા બનાવો વધ્યા છે. પાર્ટનર અથવા પરિવાર દ્વારા હત્યા કરવામાં આવેલી મહિલાઓનું પ્રમાણ 2012માં અડધાથી ઓછું હતું તે ગત વર્ષે વધી 6 થયું છે.
ઘણી મહિલાઓની ગાળાગાળી કરતા પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી છે, જયારે કેટલીકને ઓનર કિલિંગ અથવા દહેજ મુદે મારી નાંખવામાં આવી હતી.
અભ્યાસમાં જણાવાયું છે કે પાર્ટનર અથવા પરિવાર દ્વારા હત્યા હુમલાનો એક જ બનાવ નહીં પણ અગાઉના ઘરેલું ઝઘડાની મોટાભાગે પરાકાષ્ઠા હોય છે.
રાઈટસ ગ્રુપ વુમનકાઈન્ડ વર્લ્ડવાઈડ ખાતેના ડીરેકટર સારા માસ્ટર્સએ જણાવ્યું હતું કે આ આઘાતજનક તારણો લૈંગિક અસમાનતાના વિનાશકારી પરિણામો સૂચવે છે. લૈંગિક અસમાનતા મહિલાઓ સામેની હિંસાને બળ આપે છે.


Advertisement