ગુજજુને લાગ્યો વિડીયો ઓન ડિમાન્ડનો ચસ્કો: 1.87 કરોડ યુઝર્સ

29 November 2018 11:37 AM
Entertainment Gujarat Technology
  • ગુજજુને લાગ્યો વિડીયો ઓન ડિમાન્ડનો ચસ્કો: 1.87 કરોડ યુઝર્સ

ભારતમાં મોબાઈલ હવે સોશ્યલ મીડીયાથી પણ આગળ નેટફલીકસ-એમેઝોન પ્રાઈમ વિડીયો ઉપરાંત લોકલ ઓ.ટી.ટી. પર ખાસ ફિલ્મોનો ક્રેઝ છે

Advertisement

અમદાવાદ: 6 ઈંચના મોબાઈલ સ્ક્રીન પર હાલ ઓવર ધ ટોપ (ઓડીટી) એપ્લીકેશન લોકપ્રિય બની રહ્યા છે અને વિડીયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ તરીકે શહેરી ઓડીયન્સ હવે યુ-ટયુબ થી આગળ વધીને નેટફલીકસ અને એમેઝોન પ્રાઈમ વિડીયો સાથે બોલીવુડ સહીતના લોકલ દેશી પ્લેટફોર્મ પણ આવી ગયા છે. આ સમયે ગુજરાત ઓવર ધ ટોપ અને વિડીયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ ઉપયોગમાં દેશમાં પાંચમા સૌથી મોટા માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. ઈન્ડીયન ઓટીટી પ્લેટફોર્મ, રીપોર્ટ 2018માં અમદાવાદ સ્થિત ઈન્સ્ટીટયુટ એમઆઈસીએ એ કરેલા અભ્યાસમાં આ માહિતી અપાઈ છે.
અમદાવાદમાં કોમ્યુનીકેશન ક્રાસ્ટના ક્રિએટીવ ડાયરેકટીવ ચિરાગ દગલીના જણાવ્યા મુજબ આ પ્રકારના ઓટીટીમાં ટેલીવીઝન ચેનલો પણ તેના ક્ધટેન્ટ આપે છે અને હવે આ પ્રકારના વિડીયો ઓન ડિમાન્ડની માંગ વધતી રહી છે. ગુજરાતમાં ડીસે. 2017માં બ્રોડ બેન્ડ ઉપયોગકર્તાની સમય 1.87 કરોડ હતી
અને તેમાં મોટાભાગના વિડીયો ઓન ડિમાન્ડ ઉપયોગ કર્યા હતા અને ભારતમાં પણ ઝડપથી આ ક્રેઝ ફેલાઈ રહ્યો છે તે જોતા 2020 સુધીમાં ભારત વિશ્ર્વમાં વિડીયો ઓન ડિમાન્ડમાં નંબર-ટુ દેશ બની જશે. દેશમાં આ ડિજીટલ પ્લેટફોર્મનું સબક્રીપ્શન રૂા.250 થી શરૂ થયું હતું જે હવે નેટફલીક જેટલા પ્લેટફોર્મમાં પ્રીમીયમ ક્ધટેન્ટમાં રૂા.800થી અધિક ફી લે છે અને જેમ જેમ ડિમાન્ડ વધતી જાય છે તેમ તેનું ભાડું પણ વધતું જાય છે. દેશમાં મહારાષ્ટ્ર વિવાદના ચાર રાજયો તામિલનાડુ-પ.બંગાળ આંધ્રપ્રદેશમાં લોકલ લેંગ્વેજમાં આ પ્રકારે વિડીયો ઓન ડિમાન્ડ સેવા ઉપલબ્ધ છે અને દેશમાં કુલ 23.7 કરોડ લોકો આ પ્લેટફોર્મ છે.


Advertisement