માણાવદર તાલુકાના ઈન્દ્રા શીરડી સુધી કેનાલમાંથી છોડાયેલુ પાણી ખેડૂતોને ન મળતાં અાક્રોશ: રજૂઅાત

28 November 2018 01:44 PM
Porbandar
Advertisement

(બી.બી. ઠક્કર) રાણાવાવ તા. ર૮ ધોરાજીનો ભુખી ડેમમાંથી રવીપાક માટે ખેડુતોને કેનાલ મારફતે પાણી અંદાજીત ર૦ જેટલા ગામોને અાપવાનું છેલ્લા બે દીવસથી પાણી પુરવઠા દ્રારા ચાલુ કરવામાં અાવેલ છે. અા પાણી કેનાલ મારફત માણાવદર તા. રના શીરડી અને ઈન્દ્રા ગામ સુધીની કેનાલ કે જે ઈન્દ્રા ગામે પૂણૅ થાય છે. ત્યાં સુધી સપ્લાય કરવામાં અવો છે. પરંતુ અા પાણી કેનાલ મારફત ઈન્દ્રા સુધી પહોંચતું ન હોય જેથી ખેડૂતોમાં ભારે અસંતોષ અને અા બાબતે ઈન્દ્રા ગામનો ખેડુતો અેકઠા થઈ ઉપલેટા પાણી પુ. કચેરીઅે જવાનો છે. ખેડુતોનાં જણાવ્યા અનુસાર અગાઉ મગફળીની સીઝનમાં પણ પાણી પુ. વિભાગને પાણીના રૂપીયા ખેડુતોઅે ભરેલ હતા. જે પાણી ઈન્દ્ર, શેરડી સુીધ નહી પહોંચતા ખેડુતોનો પાક લગભગ નીષ્ફળ ગયો છે. જયારે રવીપાક માટે ખેડુતોઅે પાણી પુ. વીભાગને રકમ ભરપાઈ કરેલ છે. ત્યારે પાણી અા બે ગામોને નહી મળતા ભારે અસંતોષ જાેવા મળે છે. પાણી પુ.વીભાગ કેનલામાં પાણી છોડે છે. પરંતુ રસ્તામાં અાવતા ગામનાં ખેડૂતો પાણી ખેંચી લે છે. જે કારણથી પાણી પહોંચતુ નથી તો તાત્કાલીક પાણી અાપવાની માંગણી થઈ છે.


Advertisement