રોડ પર 3ડી આભાસી ઝીબ્રા ક્રોસિંગ બન્યાં મેલબર્નમાં

27 November 2018 11:23 AM
India
  • રોડ પર 3ડી આભાસી 
ઝીબ્રા ક્રોસિંગ બન્યાં મેલબર્નમાં

Advertisement

રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકે એ માટે રોડ પર બનાવવામાં આવેલા ઝીબ્રા ક્રોસીંગ પાસે વાહનોએ ગતિ ધીમી કરવાની હોય એ ડ્રાઇવીંગનો સૌથી કોમન નિયમ છે. જો કે મોટા ભાગના ડ્રાઇવરોએ આ નિયમનો આએ દિન ભંગ કરતા હોય છે. ઓસ્ટ્રેલીયાના મેલબર્નમાં એક બિઝી રોડ પર રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં સરળતા રહે અને વાહનચાલકો નાછુટકે ગતિ ધીમી પાડે એ માટે આભાસી ક્રોસ રોડ પેઇન્ટ કરવામાં આવ્યા છે. દૂરથી જોતા એવું લાગે કે જાણે રસ્તા વચ્ચે સફેદ બ્લોકસ મૂકેલા છે. બ્લોકસ સાથે અથડાઇ જવાશે એવી બીકે વાહન ચાલકોની સ્પીડ આપમેળે ધીમી થઇ જાય એવી ગણતરીથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. કવીન્સલેન્ડના કેટલાક મુખ્ય રસ્તાઓ પર પણ આવી થ્રી-ડાઇમેન્શનલ ઇલ્યુઝન ધરાવતું પેઇન્ટીંગ કરવામાં આવ્યું છે. સ્થાનિક કાઉન્સિલનું કહેવું છે કે આનાથી પદચાલકોની સેફટી રહેશે. પરંતુ કારચાલકોનું કહેવું છે કે અચાનક જ રસ્તામાં બ્લોકસ આવી ગયા હોવાનો આભાસ થવાથી જો કોઇ અચાનક બ્રેક મારે તો આગળ-પાછળના વાહનો વચ્ચે અથડામણ થઇ જાય એવી સંભાવનાઓ વધી જશે.


Advertisement