પીવાના પાણીની તકલીફ નહિં થવા દેવાય: સૌરાષ્ટ્રનાં 6 શહેરોમાં ડીસેલીનેશન પ્લાન્ટ

26 November 2018 05:11 PM
Saurashtra
Advertisement

ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવાના કારણોસર ઉનાળામાં પાણીની કટોકટી સર્જાવાના ભણકારા છે. પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થવાની ભીતિ વ્યકત થાય છે. પરંતુ પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે સૌરાષ્ટ્રનાં છ શહેરોમાં ડીસેલીનેશન પ્લાંટ નાખવામાં આવશે.
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી આજે વાયબ્રન્ટ ગુજરાત સમીટની તૈયારીનાં ભાગરૂપે મુંબઈ ગયા છે અને ત્યાં ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક દરમ્યાન
આ નિર્દેશ આપ્યો હતો.ખાનગી ભાગીદારીથી આ પ્લાંટ નાખવામાં આવે તેવા નિર્દેશ છે.
પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે દહેજ, કચ્છ, દ્વારકા, સોમનાથ, ભાવનગર, તથા પીપાવાવમાં આ ડીસેલીનેશન પ્લાંટ નાખવામાં આવશે.


Advertisement