મારો મુકાબલો કરી શકતા નથી તે મારી માને ગાળો અાપે છે: મોદી

24 November 2018 04:48 PM
India Politics
  • મારો મુકાબલો કરી શકતા નથી તે મારી માને ગાળો અાપે છે: મોદી

મઘ્યપ્રદેશનો ચૂંટણી મોરચો: રાજ બબ્બરના નિવેદનથી વડા પ્રધાન ધગ્યા : કોંગે્રસને સરકાર રચવાની નહી, માને ગાળો અાપી ડિપોઝીટ બચાવવાની ચિતા છે

Advertisement

ભોપાલ તા. ર૪ મઘ્યપ્રદેશના છત્તરપુરમાં અાજે અેક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે કોંગે્રસ નેતા રાજ બબ્બરના નિવેદનનો જડબાતોડ જવાબ અાપતાં જણાવ્યું હતું કે, અે પક્ષના લોકો મોદીની માતાને ગાળો અાપી રહ્યા છે. મોદીની માતાને બદનામ કરી રહ્યા છે. જે માને રાજનીતિના રો ની ખબર નથી, તેને રાજકારણમાં ઘસેટવામાં અાવી રહ્યા છે. કોંગે્રસના લોકોમાં મોદીનો મુકાબલો કરવાની તાકાત નથી. કુસંસ્કાર, અહંકાર ભયોૅ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ કોંગે્રસ અઘ્યક્ષ રાજ બબ્બરે જણાવ્યંુ હતુ કે વડાપ્રધાન મોદી હંમેશ ડોલર સામે રૂપિયાના મૂલ્યની તુલના પૂવૅ વડાપ્રધાન મનમોહનસિંહની ëમર સાથે કરતા હતા. રૂપિયામાં અાવો ઘટાડો ચાલુ રહ્યો તો મોદી સાહેબની માની વય જેટલો પહોંચી જશે. મોદીઅે જણાવ્યું હતું કે મતદાન નજીક અાવતું જાય છે તેમ ભાજપનો ઉત્સાહ વધી રહ્યો છે. કોંગે્રસમાં હવે સરકાર બનાવવાનું સપનું નથી. કોણ કોની અેનાયત વધાવશે અેની ચિંતા છે. તમે કોંગે્રસ પાટીૅને વીણીવીણીને સાફ કયોૅ હતો. વડાપ્રધાને જણાવ્યંુ હતું કે મઘ્યપ્રદેશની જનતા રાજયમાં અાવેલા બદલાવની સાક્ષી છે. અા બદલાવ ન તો રાજા લાવ્યા, ન મહારાજા અા બદલાવ તો શિવરાજ લાવ્યા છે. વડાપ્રધાને ગાંધી પરિવાર પર પરોક્ષ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જમીન પર છૂૂટેલા લોકો મામા (શિવરાજસિંહ અે નામે લોકપ્રિય)ના કામકાજ વિષે પૂછી રહ્યા છે, પણ તેમના મામા (કવોટ્રોરોચી) વિષે કંઈ વાત નથી કરતા શિવરાજ સરકારે ૧પ વષૅમાં કામ કરી બતાવ્યું છે. તે પપ વષૅમાં નથી કરી શકયા.


Advertisement