બીજા કવાર્ટરમાં આર્થિક વિકાસ દર ટોપ ગીયરમાં: વિશ્ર્વમાં ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ભારત મોખરે

24 November 2018 02:01 PM
India
  • બીજા કવાર્ટરમાં આર્થિક વિકાસ દર ટોપ ગીયરમાં: 
વિશ્ર્વમાં ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ભારત મોખરે

30 નવેમ્બરે સતાવાર આંકડા બહાર પડે તે પુર્વે તજજ્ઞો દ્વારા 7.2% થી 7.9% નો અંદાજ : 2018-19ના બીજા ભાગમાં વિકાસ દર વીમો પડશે: વાર્ષિક દર 7.5% રહેવાનો સર્વસંમત અભિપ્રાય

Advertisement

નવી દિલ્હી: આવતા સપ્તાહે સતાવાર આંકડા જાહેર થનાર છે, પણ તટસ્થ અર્થશાસ્ત્રીઓના માનવા પ્રમાણે 2018-19ના નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં ભારતીય અર્થતંત્ર 7.2 થી 7.9ના તંદુરસ્ત દરે વિકસ્યું હોવાની સંભાવના છે, આ આંકડા સાચા પડશે તો ઝડપથી વૃદ્ધિ પામેલા દેશ તરીકે ભારત ચીનથી આગળ નીકળી જશે. જો કે અર્થશાસ્ત્રીઓ વર્ષના બીજા ભાગમાં એટલે કે છેલ્લા છ માસમાં વિકાસ દર ધીમો પડે તેવી શકયતા જોઈ રહ્યા છે.
ક્રુડના ઉંચા ભાવ, નબળો રૂપિયો અને સપ્ટેમ્બર કવાર્ટરમાં અસમતોલ વરસાદ જેવા અવરોધો સામે બાંધકામ વપરાશમાં વધારો અને તમામ સર્વિસ ક્ષેત્રે સુધારાના કારણે વિકાસ દર ઉંચો રહેશે. એફવાય 19નાં પ્રથમ છ મહિનામાં કોમર્સિયલ વાહનોનું વેચાણ 37.82% વધ્યું છે.
નોટબંધી અને જુલાઈ 2017માં જીએસટીના અમલ પહેલાં ખલેલના કારણે ગત વર્ષે નીચા વૃદ્ધિદરના પાયાના કારણે જુન કવાર્ટરમાં વિકાસ દર નવ કવાર્ટરની ઉંચી સપાટીએ, 8.2% હતો તે જોતાં સપ્ટેમ્બર કવાર્ટરમાં વિકાસ દર થોડો ધીમો પડયો છે, સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનું અર્થતંત્ર 6.5% દરે વિકસ્યું હતું.
2018-19ના વર્ષ માટે વિકાસદરનો અંદાજ 7.5% અંદાજવામાં આવ્યો છે એ જોતાં ત્રિમાસિક ગ્રોથ એ મુજબ રહ્યો છે. રિઝર્વ બેંક એફઆર 19નો વિકાસદર 7.4% અંદાજે છે. અન્ય આઠ અંદાજ મુજબ સરેરાશ વિકાસ દર 7.5% રહેવા ધારણા છે.
કોટક મહીન્દ્રા બેંકના અર્થશાસ્ત્રી ઉપાસના ભારદ્વાજના મત મુજબ પ્રથમ કવાર્ટરમાં બેંક ઈફેકટના કારણે આર્થિક પ્રવૃતિઓને વેગ મળ્યો હતો તે ધકકો હળવો થઈ રહ્યો હોઈ, કવાર્ટર-પ્રતિકવાર્ટરમાં વિકાસદર થોડો ધીમો પડશે. કોટક મહીન્દ્રાએ જીડીપી ગ્રોથ 7.9% અને ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) 7.7% રહેવા અંદાજ મુકયો છે. 30 નવેમ્બરે સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકસ ઓલ્સિ જીડીપીના આંકડા બહાર પાડશે.
ઈન્ડીયા રેટીંગ્સ ખાતેના ચીફ ઈકોનોમીસ્ટ દેવેન્દ્ર પંતના માનવા મુજબ બીજા કવાર્ટરમાં કૃષિ વિકાસદર આગલા વર્ષના 5.3% ના વિકાસદર કરતાં ઓછો રહેશે અને એ કારણે સપ્ટેમ્બરમાં જીડીપી દર 7.3% રહ્યો હોવાનું અનુમાન છે.
જો કે એફવાય 2019ના બીજા ભાગમાં વિકાસદરને અસર થશે. ગત વર્ષે બેસ ઈફેકટના કારણે ઉંચો ગ્રોથ જોવા મળ્યો હતો. એ કારણે વર્ષના બીજા ભાગમાં અર્થતંત્ર ધીમું પડશે. પ્રવાહીતતાની તંગીના કારણે પણ ગ્રોથ નીચે આવશે.
પંતે જણાવ્યું હતું કે ફાયનાન્સીયલ સેકટર પણ તણાવમાં છે, અને આ પરિબળોની વર્ષના બીજા ભાગમાં અસર જોવાશે. આઈસીઆઈસીઆઈ બેંકના ગ્લોબલ માર્કેટસ ગ્રુપના એકઝીકયુટીવ અને હેડ બી પ્રસન્નાના જણાવ્યા મુજબ આગળ જતા કવાર્ટરલી આંકડા નીચા હશે અને અવળી બેલ ઈફેકટના કારણે 7%થી પણ ઓછો વિકાસદર રહેશે.
કોટક મહીન્દ્રાના ભારદ્વાજ પણ માને છે કે વર્ષના બીજા ભાગમાં ગ્રોથ નોંધપાત્ર રીતે ઓછો રહેશે. કડક નાણા બજાર, ક્રેડીટની તંગી અને નબળા રૂપિયાની પાછોતરી અસર અને ક્રુડના ઉંચા ભાવની આગળ જતાં ગ્રોથ પર વિપરીત અસર પડશે.
કિસિલના ચીફ ઈકોનોમીસ્ટ ડી.કે.જોશીના જણાવ્યા પ્રમાણે કાચા માલનો ખર્ચ વધ્યો છે અને એ કારણે કંપનીના નફાવધારાને અસર થઈ છે. ત્રીજા કવાર્ટરમાં નિર્દેશાંકો વધુ ધીમા પડે તેવી અમારી ગણતરી છે.


Advertisement