અાવતીકાલે ૧૦ હજાર અારાધકો વચ્ચે ૧ કરોડ ૮ લાખ નવકાર મહામંત્રનો અભૂતપૂવૅ જાપનુ ભવ્ય અાયોજન

24 November 2018 01:57 PM
Dharmik India
  • અાવતીકાલે ૧૦ હજાર અારાધકો વચ્ચે ૧ કરોડ ૮ લાખ નવકાર મહામંત્રનો અભૂતપૂવૅ જાપનુ ભવ્ય અાયોજન
  • અાવતીકાલે ૧૦ હજાર અારાધકો વચ્ચે ૧ કરોડ ૮ લાખ નવકાર મહામંત્રનો અભૂતપૂવૅ જાપનુ ભવ્ય અાયોજન

મુંબઈના કાંદિવલી (વેસ્ટ)માં અાશ્રી વિશ્ર્વરત્નસાગર સૂરિજી મ.ની પાવન નિશ્રામાં

Advertisement

મુંબઈ તા.ર૪ પ.પૂ.અા.ભ. શ્રી વિશ્ર્વરત્નસાગરસૂરિશ્ર્વરજી અાદિ શ્રમણ-શ્રમણી ભગવંતોના ચાતુમાૅસ પધરામણીથી કાંદિવલીની ધરા ધામિૅક અને માંગલિક અનુષ્ઠાનોની વહેતી સરિતાથી ધન્ય બની છે. અેકથી અેક ચઢિયાતાં અનુષ્ઠાનો માણતાંરુમાણતાં વાગોળવાનો સમય જ રહેતો નથી. જયારે વાગોળવાનો સમય મળશે ત્યારે ગુરુ ભગવંતો ચોમાસું પરિવતૅન કરી પાલિતાણા તરફ વિહાર કરી ગયા હશે. ફરી કયારે લાંબા સમય માટે પ્રાપ્ત થશે અે વિચાર સાથે અેક ગમગીની છવાઈ જાય છે. ગમગીન થવાનો પણ કયાં સમય છે? રવિવાર ર૦૧૮ની રપ નવેમ્બરે ચારેકોર ફેલાયેલા અશાંતિના વાતાવરણને ચેલેન્જ કરી વિશ્ર્વશાંતિ, સંઘ સમૃદ્વિ અને અાત્મકલ્યાણ કરાવે અેવો ૧ કરોડ ૮ લાખ નવકાર મહામંત્રનો જાપ શાંતિદૂત બની શંખનાદ કરવાનો છે. ગુરુજી અા કાયૅ અચૂક દર વષૅે પ્રયોજે છે. પાસ મેળવી સવારે ૯ વાગ્યે પધારી અા પુણ્ય કાયૅમાં જોડાવા અને સાધમિૅક ભકિતનો લાભ લેવા જણાવાયુ છે. અાગામી કાયૅક્રમો માળા રોપણના ચઢાવા રવિવાર તા.રરુ૧રરુ૧૮ના થશે. ઉપધાન વરઘોડા માળા રોપણ તા.૬રુ૧રરુ૧૮ના થશે. વિરાટ પંચમ મુંબઈમાં છેલ્લું મહામાંગલિક તા.૮રુ૧રરુ૧૮ના યોજાયેલ છે. અાયોજક ઉપરોકત વિરાટ અાયોજનમાં મુંબઈના મહાવીર નગર જૈન સંઘ (શંકરગલી), શ્રી મુનિસુવ્રત જૈન સંઘ (મોટુ દેરાસર), ઠાકુર વિલેજ જૈન સંઘ (કાંદીવલી ઈસ્ટ), શંખેશ્ર્વર જિનાલય (ઈરાનીવાડી), સંભવનાથ જિનાલય (શંકરગલી), વાસુપૂજય જિનાલય (અાનંદનગર) વગેરે જોડાયા છે. ઉપરોકત અનુષ્ઠાનના લાભાથીૅ જયોતિબેન દિનેશભાઈ શાહ, ભાવિકાબેન, શત્રુજય નવકારધામ પાલીતાણા, સુભદ્રાબેન મરકરિયા, નયનાબેન મલાડ વગેરે છે.


Advertisement