મારલીન મુનરો એ પહેરેલા હીરો ‘બદૌડા કા ચાંદ’ની લીલામી

23 November 2018 06:04 PM
Woman World
  • મારલીન મુનરો એ પહેરેલા હીરો ‘બદૌડા કા ચાંદ’ની લીલામી

Advertisement

એક સમયની હોલીવુડની અભિનેત્રી મેરોલીન મુનરોએ 24 કેરેટનો હીરો બદૌડા કા ચાંદ પહેરીને ગીત ગાયુ હતું. 15મી સદીનો આ હીરો વડોદરાના ગાયકવાડ પરિવારનો હતો અને તે લાંબા સમયથી ગાયબ હતો. બાદમાં ખ્યાલ આવ્યો કે રાજકુમાર રામચન્દ્ર તે લઈને અમેરિકા ચાલ્યા ગયા હતા અને 1943માં અમેરિકાએ લોસ એન્જેલીસમાં એક ફેશન ફેસ્ટીવલમાં આ હીરો દેખાયો હતો અને 1960માં અમેરિકાની મેયર જવેલરીસ નામની કંપનીના અધ્યક્ષે તે ખરીદી લીધો હતો. અને બાદમાં આ હીરો તેણે હોલીવુડની અભિનેત્રી મુનરોને એક લોકેટમાં પહેરવા માટે પણ આપ્યો હતો અને મુનરોની ફીલ્મ જેન્ટલમેન પ્રીફર બ્લોન્ડસના પ્રચાર માટે જે ગીત તૈયાર કરાયું તેમાં આ હીરો પહેર્યો હતો જે હવે હોંગકોંગમાં તા.27ના રોજ લીલામીમાં મુકાયો છે.


Advertisement