સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવ સમાન, કેન્સરની સારવાર માટેના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરનો સમન્વય હવે અાપણા રાજકોટ ''સેંચ્યુરી હોસ્પિટલ'' ખાતે

23 November 2018 04:26 PM
Rajkot Saurashtra

સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવ લઈ શકાય તેવી રાજકોટ ખાતે ૧પ૦ ફુટ રીંગ રોડ,રૈયા ટેલીફોન અેક્ષચેંજ સકૅલ પાસે, અાકાર લઈ રહેલી અતિ અાધુનિક સેંચ્યુરી કેન્સર હોસ્પિટલનો શુભારંભ તા.રપ નવેમ્બર ર૦૧૮, રવિવારના રોજ થવા જઈ રહયો છે

Advertisement

રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છની સુપર સ્પેશ્યાલીટી મેડીકલ સારવાર માટેનો મુખ્ય કેન્દ્ર છે. છતાં ઘણા સમયથી કેન્સર જેવા જટીલ રોગની સારવાર માટેનો નિષ્ણાંત અને અનુભવી સુપર સ્પેશ્યાલીસ્ટ કેન્સર સજૅન અને કેન્સર ફિઝિશ્યન તબીબોની ફુલટાઈમ ટીમ અેક જ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તેવી સુવિધા ન હતી. અને તે જ કારણ થી સૌરાષ્ટ્ર નાં કેન્સરના દદીૅઅોને અાગળની સારવાર માટે અમદાવાદ અથવા મુંબઈ જવું પડતું હતું. પરંતુ હવે સંચ્યુરી કેન્સર હોસ્પિટલ અા ખોટને પુરવા જઈ રહી છે. તે સૌરાષ્ટ્રના કેન્સરના દદીૅઅો માટે સુખદ સમાચાર છે. સેંચ્યુરી કેન્સર હોસ્પિટલના તબીબો કેન્સરના દદીૅઅોની જીંદગીમાં અેક નવી રોશની-ચેતના અાપવાનું કાયૅ કરશે. જેના કારણે અનેક પરીવારોને નવજીવન મળશે. શરીરમાં અાવેલા જુદા જુદા અવયવના કેન્સરમાં અોપરેશન માટે નિષ્ણાંત અને અનુભવી સુપર સ્પેશ્યાલીસ્ટ કેન્સર સજૅનોની ટીમ સેંચ્યુરી કેન્સર હોસ્પિટલ રાજકોટ ખાતે કાયૅરત રહેશે. અા ટીમમાં ડો.ભરત સોરઠીયા (અેમ.અેસ.અેમ.સીઅેચ.-કેન્સર સજૅન), ડો.જીજ્ઞેશ મેવા (પટેલ) (અેમ.અેસ.,ડી.અેન.બી.-કેન્સર સજૅન), ડો.પ્રણવ ભટૃ (અેમ.અેસ., ફેલો કેન્સર સજૅન (ટી.અેમ.અેચ.) સામેલ છે. અા હોસ્પિટલમાં બે અલ્ટ્રા મોડૅન અોપરેશન થિયેટર ની સગવડ છે. કેન્સરના રોગની અોપરેશન ની સારવાર ઉપરાંત કિમોથેરાપી, ટારગેટેડ થેરાપી તેમજ નવા નવા સંશોધનોથી ઉપલબ્ધ થતી વિવિધ દવાઅોની સારવારનું વિશેષ જ્ઞાન અને બહોળો અનુભવ ધરાવતા સુપર સ્પેશ્યાલીસ્ટ મેડીકલ અોન્કોલોજીસ્ટની ટીમ પણ અા હોસ્પિટલ ખાતે કાયૅરત રહેશે. જે સોનામાં સુગંધ ભળવા બરાબર છે. અા ટીમમાં ડો.અમિત જેતાણી (પટેલ) (અેમ.ડી., ડી.અેમ.-અોન્કોલોજી), અને ડો.વિપુલ દેસાઈ (પટેલ) (અેમ.ડી., ડી.અેમ.-અોન્કોલોજી) સામેલ છે. કુન્સરના ઘણા પ્રકારો હોય છે. કયા પ્રકારના કેન્સરમાં કઈ કિમોથેરાપીની દવા, કેટલી માત્રામાં વાપરવી તેનો અભ્યાસ, જ્ઞાન અને અનુભવ અા મેડીકલ અોન્કોલોજીસ્ટ ડોકટરોને હોય છે. સેંચ્યુરી કેન્સર હોસ્પિટલ ૪૦ બેડની અધતન કેન્સર હોસ્પિટલ છે. જયાં વિવિધ પ્રકારના કેન્સરનું નિદાન અને સારવાર કરવામાં અાવશે. કેન્સરના નિદાન માટે હોસ્પિટલ ખાતે અોન્કોપેથોલોજી વિભાગ છે. જેમાં ડો.અમિત રાઠોડ (અેમ.ડી., (પેથોલોજી) અને ડો શ્રઘ્ધા સોરઠીયા (ડી.સી.પી.) પેથોલોજી) દ્વારા કેન્સરનાં રોગનું નિદાન કરવામાં અાવશે. ડો અમિત રાઠોડ ટાટા મેમોરીયલ કેન્સર હોસ્પિટલ (મુંબઈ)ના પેથોલોજી વિભાગમાં ઘણા વષોૅ સુધી નિદાન કરવાનો અનુભવ ધરાવે છે. જેનો લાભ હવે સૌરાષ્ટ્ર-કચ્છના દદીૅઅોને મળશે. ખરેખર સેંચ્યુરી કેન્સર હોસ્પિટલ કેન્સરના દદીૅઅો માટે અેક નવી અાશાના કિરણ સમક્ષ છે.


Advertisement