5માંથી 1 દર્દીને ગોઠણની સર્જરી બીનજરૂરી

22 November 2018 02:02 PM
Health India
  • 5માંથી 1 દર્દીને ગોઠણની સર્જરી બીનજરૂરી

એઈમ્સના તબીબોની લાલબતી: જીવનશૈલી બદલાવીને તથા સામાન્ય સારવારથી સાજા થઈ શકે તેમ હોવા છતાં સર્જરીનો ટ્રેન્ડ

Advertisement

નવી દિલ્હી તા.22
ગુજરાત સહીત સમગ્ર દેશમાં ગોઠણ બદલાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે ત્યારે તબીબોએ જ એવો ખુલાસો કર્યો છે કે પાંચમાંથી એક દર્દીને તે બીનજરૂરી હોય છે છતાં ગોઠણ બદલાવવાનું ઓપરેશન કરી નાખવામાં આવે છે.
દિલ્હીના ટોચના તબતીબોએ એમ કહ્યું કે ગોઠણ બદલવાના ઓપરેશન માટે આવતા 20 ટકા દર્દીઓને તેની જરૂર હોતી નથી. લાઈફસ્ટાઈલમાં બદલાવ કે સામાન્ય સારવારથી દુખાવો મટી શકે તેમ હોય છે. 60 વર્ષથી નીચેની વયના લોકો પણ ગોઠણ બદલાવવા ઉમટે છે. પરંતુ હકીકતે તેઓને તેની કોઈ જરૂરિયાત જ હોતી નથી. ગોઠણના દુ:ખાવા, તેના કામકાજ, જીવનશૈલી જેવા પાસાઓના આધારેની (ગોઠણ) રીપ્લેસમેન્ટ સર્જરી નકકી થતી હોય છે.
તબીબોના કહેવા પ્રમાણે પેઈનકીલરથી ચાલી શકતુ હોય અને અમુક સમયમાં તેનો લાભ થઈ જવાનો હોય તો સર્જરીની જરૂર રહેતી નથી. એકાદ વર્ષ સુધી પેઈનકીલર લેવા છતાં ગોઠણનો દુખાવો યથાવત રહેવાના સંજોગોમાં સર્જરી જરૂરી બની જાય છે. કારણ કે વધુ પડતી દવાઓની કિડની પર અસર જેવી સાઈડઈફેકટનું જોખમ રહે છે. એઈમ્સના તબીબોના કહેવા પ્રમાણે કોઈ વ્યક્તિ દુખાવા વિના 500 મીટર ચાલી શકતો હોય અથવા 30 મીનીટ ઉભો રહી શકતો હોય તો તેને તાત્કાલીક સર્જરીની કોઈ આવશ્યકતા રહેતી નથી. અનેક કિસ્સાઓમાં સામાન્ય દુખાવાને સહન કરવાને બદલે લોકો સર્જરીનો સહારો લેવા દોડે છે. વાસ્તવમાં કુદરતી સાંધા જેવું અસરકારક કૃત્રિમ ન હોઈ શકે.


Advertisement