હવે નાથદ્વારામાં ભગવાન શિવની 351 ફુટ ઉંચી પ્રતિમા

21 November 2018 05:42 PM
India
  • હવે નાથદ્વારામાં ભગવાન શિવની 351 ફુટ ઉંચી પ્રતિમા

Advertisement

ભારતમાં હાલ હવે સૌથી ઉંચા પુતળા મુકવાની નવી સ્પર્ધા શરુ થઈ છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનીટી તરીકે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ કરાયું જે હાલ વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે સ્થાન મેળવ્યું છે. પરંતુ માનવામાં આવે છે કે બહુ જલ્દી સરદાર પટેલના સ્ટેચ્યુનું આ સ્થાન આંચકાઈ જશે. રાજસ્થાનના નાથદ્વારામાં ભગવાન શિવની 351 ફુટ ઉંચી પ્રતિમા મુકવાની કામગીરી શરુ થઈ છે અને તે 85 ટકા પૂર્ણ પણ થઈ ગઈ છે તથા તે આગામી માર્ચ માસમાં અનાવરણ કરાશે તેમ માનવામાં આવે છે અને તેનું સ્થાન વિશ્ર્વના ચોથા સૌથી ઉંચા સ્ટેચ્યુ તરીકે હશે અને આ પ્રતિમા 20 કીલોમીટર દૂરથી પણ નિહાળી શકાશે. હાલમાં જ ઉતરપ્રદેશમાં સરયુ નદીના કિનારે યોગી સરકાર દ્વારા ભગવાન રામની એક ઉંચી પ્રતિમા મુકવાની તૈયારી છે.


Advertisement