પુ.પ્રમુખ સ્વામિ જન્મજયંતી મહોત્સવમાં 1પ લાખ લોકો બનશે દિવ્ય અવસરનાં સાક્ષી

21 November 2018 05:13 PM
Rajkot Dharmik
  • પુ.પ્રમુખ સ્વામિ જન્મજયંતી મહોત્સવમાં 1પ લાખ લોકો બનશે દિવ્ય અવસરનાં સાક્ષી

આગામી તા.પ થી 1પ ડિસેમ્બર સુધી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આયોજીત 800થી વધુ સંતો સહિત દેશનાં વડાપ્રધાન-મુખ્યમંત્રી-કેબીનેટ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ 2000 સ્વયંસેવકો ખડેપગે રહેશે : પ00 એકરમાં સ્વામિનારાયણ નગર ઉભું કરાયું : 7 વિશાળ ડોમમાં કલાત્મક પ્રવેશ માર્ગોથી સજ્જ સ્વામિનારાયણ નગરમાં એકી સાથે 3પ હજાર લોકો પ્રદર્શન નિહાળી શકે તેવું આયોજન આ દિવ્ય મહોત્સવ દરમિયાન પ0થી વધુ વ્યવસ્થા સમિતિઓ સંભાળશે મહોત્સવની ડોર

Advertisement

રાજકોટ તા.20
પ.પૂ.પ્રમુખ સ્વામિ મહારાજનાં શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે પૂ.બાપાનો 98માં જન્મજયંતી મહોત્સવ ઉજવવાની સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી પ ડિસેમ્બરથી 1પ ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે રાજકોટના માધાપરથી મોરબી જવાનાં રસ્તા પર પ00 એકર જમીનમાં સ્વામિનારાયણનગર ઉભું કરવામાં આવ્યું છે.
પ્રત્યેક હરિભકત પૂ.પ્રમુખ સ્વામિ મહારાજનો મહોત્સવ પોતાનો મહોત્સવ હોવાની લાગણી, ભકિત વ્યકત કરી તૈયારીમાં લાગી ગયા છે. વિશાળ સ્વામિનારાયણનગરમાં અદ્યતન 7 ડોમ ઉભા કરાઇ રહ્યા છે. જે પ્રત્યેક ડોમમાં 2000 હરિભકતો બેસી શકે તેવી સુંદર વ્યવસ્થાઓ ઉભી કરવાનાં આયોજનો છે.
મહોત્સવ દરમિયાન 800થી વધુ સંતો-મહંતોની ઉપસ્થિતિ હરિભકતો અને આયોજકગણને પ્રેરક બળ પુરૂ પાડશે. મહોત્સવની તૈયારીઓ અને મહોત્સવની ઉજવણી દરમિયાન 2000થી વધુ સ્વયંસેવકો પોત પોતાનાથી બનતી સેવાઓ કરવા ખડે પગે રહેશે.
આ દિવ્ય મહોત્સવ પ્રસંગે હાજરી આપી દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહ, કેબીનેટ મંત્રીઓ સંતો, હરિભકતો મહોત્વ ઉજવણીનો લ્હાવો લઇને ધન્યતાં અનુભવશે. આયોજકોનાં અંદાજ પ્રમાણે તા. 5 થી 1પ ડિસેમ્બર દરમિયાન દબદબાભેર ઉજવાનાર પુ.બાપાનાં 98માં જન્મજયંતિ મહોત્સવમાં 1પ લાખ ભાવિકો, હરિભકતો મહોત્સવ દરમિયાન જુદા-જુદા ધાર્મિક પ્રસંગો અને પ્રસાદનો લાભ લેશે. હરિભકતોનો મહોત્સવ પરત્વેનો થનગનાટ આગવી તૈયારીઓમાં જોવા મળી રહ્યો છે.

સ્વામિનારાયણ નગરમાં કયા કાર્યક્રમનો કયારે લાભ લઇ શકાશે?
સમગ્ર મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ નગરમાં યોજાયેલા અનેકવિધ કાર્યક્રમોનાં દર્શનમાં દર્શનાર્થીઓ ભાવિકો અને હરિભકતોનાં અવર-જવરનાં પ્રવાહ દરમિયાન કોઇ અવ્યવસ્થા ના સર્જાય તે માટે કાર્યક્રમોનાં નિયત સમય રખાયા છે. જેમાં સ્વામિનારાયણ નગર દર્શન માટે વિદ્યાર્થીઓ સવારના 8 થી 1 વાગ્યા દરમિયાન તથા તમામ ભાવિકોને બપોરનાં 2 થી 10 વાગ્યા દરમિયાન લાભ મળી શકશે. લાઇન એન્ડ સાઉન્ડ શોને રોજ રાત્રીનાં 7 થી 10 વાગ્યા દરમિયાન લાભ લઇ શકાશે. જયારે પ્રાત: પુજન રોજ સવારે મહોત્સવ દરમિયાન સવારના પ:30 થી 7 વાગ્યા દરમિયાન તથા રાત્રી સભા સાંજે 7:30 થી 10:30 દરમિયાન યોજાશે.

 

6 દિવસ મહોત્સવ સ્થળે વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ યોજાશે
વિશ્ર્વ વંદનીય સંત શ્રી પુ.પ્રમુખ સ્વામી મહારાજના 98માં જન્મ જયંતી મહોત્સવનાં આ અદકેરા મહોત્સવ દરમિયાન તા.3 થી પ ડિસેમ્બર અને તા.10 થી 12 ડિસેમ્બર દરમિયાન સવારના 8 થી 12:30 વાગ્યા દરમિયાન વિશ્ર્વશાંતિ મહાયજ્ઞનું આયોજન થયું છે. જેમાં લાખો દર્શનાર્થીઓ, હરિભકતો શાંતિ માટેની આહુતિ આપી શકશે.

તા.2 થી પ ડિસેમ્બર પ્રેરણાદાયી કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન
મહોત્સવ શુભારંભ પહેલા એટલે કે તા.2/12 તા.પ/12 દરમિયાન આયોજીત કાર્યક્રમોમાં તા.2ને રવિવારે સાંજે પરમ પુજય મહંત સ્વામિજીનું રાજકોટમાં આગમન થશે અને તેઓનાં હસ્તે નૂતન નિલકંઠવર્ણ મંડપનું ઉદઘાટન થશે. તા.3ના રોજ પ્રાત: પુજા દર્શન, તા.4ના રોજ સાંજે સ્વયંસેવક પ્રેરણા મહોત્સવ યોજાશે. જયારે તા.પ/12ના રોજ શ્રી સ્વામિનારાણ નગર ખાતે ઉદઘાટન વિધી સાંજે ઉદઘાટન સભા અને પુ.આદર્શ જીવન સ્વામિજીનું પ્રવચન રખાયું છે. ત્યારબાદ ભીખુદાન ગઢવી સાહિત્યની સૌને સંગત કરાવશે.

તા.11 થી 1પ ડિસેમ્બર દરમિયાન યોજાનાર પાવનકારી પ્રસંગો
તા.11 થી 1પ ડિસેમ્બર એટલે કે મહોત્સવનાં સમાપન સુધી યોજેલા કાર્યક્રમોમાં તા.11ને મંગળવારના રોજ સવારે પૂજાદર્શન, વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ અને સાંજે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદઘોષ સમારોહ તા.12નાં રોજ સવારનાં નિત્ય પ્રસંગો બાદ સાંજના કિર્તન આરાધના તા.13ના રોજ સાંજે પુ. આનંદ સ્વામિ સ્વામિજીનું પ્રવચન અને સાંઇરામ દવે અને સુખદેવ ધામેલીયાનાં હાસ્યનાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. તા.14ના રોજ સવારે રાજકોટ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ, પાટોત્સવવિધી, મહાભિષેક અને સાંજે સંત પ્રવચન અને રાજભા ગઢવીનાં સાહિત્યનાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. જયારે તા.1પને શનિવારે સાંજે જન્મજયંતી સમારોહ દબદબાભેર ઉજવાશે. આયોજકગણનાં જણાવ્યાનુસાર મહોત્સવ દરમિયાન દરેક કાર્યક્રમો સવારના પ:30 થી 7:00 અને સાંજે 7:30 થી 10:30 દરમિયાન યોજાશે.

સ્વામિનારાયણ નગરના મુખ્ય આકર્ષણો નિહાળવા જેવા
માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટમાં યોજાયેલ આ ભવ્યાતિભવ્ય પુ.બાપાના 98માં જન્મજયંતી મહોત્સવની ઉજવણી માટે પ00 એકર જમીનમાં ઉભા કરાયેલા સ્વામિનારાયણ નગરમાં ઉભા કરાનાર આકર્ષણોનાં દર્શનનો લ્હાવો મળશે. જેમાં કલાત્મક પ્રવેશદ્વાર પર આવનાર મુમુક્ષુઓને સત્કારાશે.
અહીં ઉભા કરાયેલ દિવ્ય મંદિરથી દર્શનાર્થીઓ પરમ સુખનો અનુભવ કરાવશે. સંવાદો, વિડીયો શો, એનીમેશન જેવા માઘ્યમો દ્વારા વ્યકિત, કુટુંબ, સમાજ અને દેશની સુખાકારીનાં સંદેશા દર્શનાર્થીઓને સાશ્ર્વત સુખની અનુભૂતિ કરાવશે. પુજય પ્રમુખ સ્વામી મહારાજની વિરાટ પ્રતિમામાં સૌથી વધુ આકર્ષણ જગાવશે. આ સિવાય દેશનાં સ્મરણીય સંતોની પૂર્ણ હદની પ્રતિમાઓ આદર્શ જીવનની ઝાંખી કરાવશે. તો લાઇટ એન્ડ સાઉન્ડ શો વચ્ચે અહીં વિશાળ સ્ક્રીન પર રાત્રીના સંગીત, પ્રકાશ, નૃત્ય પીરસતો લાઇટ શો દર્શનાર્થીઓને જકડી રાખશે.

તા.6 થી 12 ડિસેમ્બર સુધીનાં સત્સંગ, સંગીત સહિતનાં કાર્યક્રમો
મહોત્સવ સ્થળે તા.6 થી 10 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા કાર્યક્રમોમાં તા.6ના રોજ સાંજે વિરાટ સંમેલન, તા.7ના રોજ સાંજે સંત પરમ હિતકારી અંગે નૃત્ય નાટિકા તા.8ને શનિવારે સાંજે પુ.બ્રહ્મવિહારી સ્વામિજીનું સંત પ્રવચન અને સહાયક સન્માન સમારોહ, તા.9/12ની સાંજે કિર્તીદાન ગઢવી અને ઓસમાણ મીરનો સુર સંગત કાર્યક્રમ તા.10ના રોજ સવારે પુજા દર્શન બાદ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ અને સાંજે રાજકોટ સતસંગ ગાથા માટે નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
તા.પ/12 થી 15/12 એમ સતત 11 દિવસ રાજકોટમાં ઉજવાનાર પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજનાં 98માં જન્મજયંતી મહોત્સવનો દિવ્ય લાભ લેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીતભાઇ શાહ, કેબીનેટ મંત્રીઓ સહિતનાં મહાનુભાવો પધારશે. મહોત્સવ દરમિયાન 800થી વધુ સંતોની ઉપસ્થિતિથી હરિભકતોને દર્શન-આર્શીવચનનો લાભ મળશે. 2000થી વધુ સ્વયંસેવકો અને પ0થી વધુ વ્યવસ્થા સમિતિનાં કાર્યવાહકો સમગ્ર મહોત્સવની ડોર સંભાળશે.

14મી ડિસેમ્બરે રાજકોટ મંદિર દ્વિશાબ્દી મહોત્સવનું આયોજન
તા.14મી ડિસેમ્બરનાં રોજ સવારના પ:30 થી 10:30 દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ઉત્તમોતમ મહાભિષેક વિધી દ્વારા દ્વિશાબ્દી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.


Advertisement