તમારી અને મારી જેમ વાત કરતું કોમ્પ્યુટર

21 November 2018 11:43 AM
Technology
  • તમારી અને મારી જેમ વાત કરતું કોમ્પ્યુટર

છેલ્લા કેટલાક મહિનાઓમાં સંશોધકોએ બતાવ્યું છે કે કોમ્પ્યુટર સીસ્ટમ પણ માણસની ભાષાની વિચિત્રતા શીખી શકે છે નવી ટેકનોલોજી લો ફર્મ, હોસ્પિટલ અને બેંકોને ઉપયોગી નીવડશે

Advertisement

સાન ફ્રાન્સીસ્કો તા.21
સિએટલ સ્થિત એસિયન ઈન્સ્ટીટયુટ ફોર આર્ટિફીશ્યલ ઈન્ટાલીજન્સ નામની લેબોરેટરીએ કોમ્પ્યુટર્સ માટે અંગ્રેજી ટેસ્ટ તૈયાર કર્યો છે. મશીન કેટલાક વાકયો પુરા કરી શકે છે કે નહીં તેની પરીક્ષા આ રીતે કરવામાં આવી છે.
ટેસ્ટમાં જે વાકયો રચવામાં આવ્યા છે તે માણસ માટે કદાચ સહેલા છે પણ કોમ્પ્યુટર માટે અઘરા છે. માણસોએ ટેસ્ટ સવાલોના 88% સાચા જવાબ આપ્યા હતા, પણ લેબની એઆઈ સીસ્ટમે 60% સાચા જવાબ આપ્યા હતા. કુદરતી ભાષા સમજી શકે તેવી સીસ્ટમ તૈયાર કરવી કેટલી મુશ્કેલ છેતે સમજતા તજજ્ઞો માટે એઆઈ સીસ્ટમે આપેલા 60% સાચા જવાબો પણ સુખદ છે.
આવો અંગ્રેજી ટેસ્ટ ઓગસ્ટમાં લેવાયો હતો. બે મહિના પછી ગુગલના સંશોધકોએ બર્ટ નામની સીસ્ટમ તૈયાર કરી છે. તેની સંશોધીત ટેકનોલોજીએ માણસની જેમ એ પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. વળી, આ સીસ્ટમ ટેસ્ટ લેવા બનાવાઈ પણ નહોતી.
બર્ટના આગમનથી આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં નોંધપાત્ર મુકામ આવ્યો છે. છેલ્લા કેટલાય મહિનાઓથી સંશોધકોએ બતાવ્યું છે કે કોમ્પ્યુટર સીસ્ટમ ભાષાની જટીલતા વિચિત્રતા પણ સમજી શકે છે અને તે જાતજાતના કામકાજમાં ઉપયોગ કરી શકે છે.
ગુગલ અને એલન ઈન્સ્ટીટયુટ સહીતની સંશોધન સંસ્થાઓએ તૈયાર કરેલી આ સીસ્ટમ એલેકસ અને ગુગલ હોમ જેવી ડિજીટલ આસીસ્ટન્ટસ જેવી ભાતીગળ ટેકનોલોજી સુધારી શકે છે. કાયદાની પેઢીઓ, હોસ્પીટલ, બેંક અને અન્ય બીઝનેસીસમાં આપોઆપ દસ્તાવેજોનું વિશ્ર્લેષણ કરતા સોફટવેરમાં પણ આ ટેકનોલોજી મદદરૂપ થશે. સાન્ફ્રાન્સીસ્કો સ્થિત એક સ્વતંત્ર લેખના સ્થાપકના જણાવ્યા મુજબ જયારે પણ અમે માણસના સ્તરની જેમ કામ કરવા નવા સંશોધન કરીએ છીએ ત્યારે એ માનવીય શ્રમ, મહેનત ઓટોમેટ (આપમેળે) અથવા એને વધુ સશકત બનાવવામાં સફળતા મળે છે. આનાથી વકીલ માટે કામ સરળ થશે, એ સાથે મેડીસીનને પણ મદદ મળશે.સમય જતાં આ ટેકનોલોજી સારા સંવાદમાં પરિણમશે.


Advertisement