ટ્રાફીકના ઘોંઘાટથી મેદસ્વીતાનું જોખમ વધે છે

21 November 2018 11:15 AM
Health
  • ટ્રાફીકના ઘોંઘાટથી 
મેદસ્વીતાનું જોખમ વધે છે

ઘોંઘાટથી સ્ટ્રેસ વધે છે અને આપણી ઉંઘને પણ અસર થાય છે. એનાથી હોર્મોનના સ્તરમાં ફેરફાર થાય છે અને બ્લડપ્રેસર વધે છે. જાહેર આરોગ્યની દ્રષ્ટીએ અવાજનું પ્રદૂષણ લાલબતી બની રહેવું જોઈએ.

Advertisement

ટ્રાફીકનો ઘોંઘાટ લાંબા સમય સુધી સાંભળતા રહીએ તો મેદસ્વીતાનું જોખમ વધે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આવું તારણ જોવા મળ્યું છે.
અભ્યાસના મુખ્ય લેખક મારિયા ફોરાસ્ટરે જણાવ્યું હતું કે અમારું વિશ્ર્લેષણ દર્શાવે છે કે જે લોકો ટ્રાફીક ઘોંઘાટના ઉચ્ચતમ સ્તર વચ્ચે જીવી રહ્યા છે તે મેદસ્વી થવાનું જોખમ ધરાવે છે. ઉદાહરણ તરીકે સરેરાશ ઘોંઘાટના સ્તરમાં 10 ડીબીનો વધારો થતાં મેદસ્વીતાનું જોખમ 17% વધે છે.
લેખકોએ વિમાન અને રેલવે ટ્રાફીકના ઘોંઘાટની અસરનો પણ અભ્યાસ કર્યો હતો. એમાં ઘોંઘાટ અને મેદસ્વીતા વચ્ચે કોઈ સહસંબંધ જણાયો નહોતો, પણ લાંબાગાળે વજન વધવાનું જોખમ હતું.
બે દ્દષ્ટિકોણથી ડેટાનો અભ્યાસ કરી શકાય તે માટે અભ્યાસની મેથોડોલોજી (કાર્યપદ્ધતિ) અને ડિઝાઈન એ રીતે પસંદ કરવામાં આવી હતી. અભ્યાસમાં ભાગ લેનાર લોકોનો ચોકકસ સમય બિંદુએ અભ્યાસ કરવા તથા વધુ હેતુલક્ષી પગલા માટે ક્રોસ-સેકસનલ એનાલીસીસ કરવામાં આવી હતી.
અભ્યાસના ગાળા દરમિયાન મેદસ્વીતાનું જોખમ કઈ રીતે વધે છે તે જાણવા-મૂલવવા લોંગીટયુડીનલ ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બન્ને કિસ્સામાં ટ્રાફીકના ઘોંઘાટના પ્રદૂષણ સાથેનો સંબંધ એકસરખો રહ્યો હતો. ક્રોસ સેકસનલ એનાલીસીસમાં ઓવરવેઈટ (વધુ વજનવાળા) ટ્રાફીક સંબંધી ઘોંઘાટ સાથે સંકળાયેલા હતા. લેખકોને નોઈઝ એકસપોઝર અને બોડી માસ ઈન્ડેકસ વચ્ચે કોઈ કડી જોવા મળી નહોતી.
કમનસીબે અવાજના પ્રદૂષણ વચ્ચે સતત એકધારું એકસ્પોઝર જાહેર આરોગ્યની વ્યાપક સમસ્યા બની છે. અગાઉ ધાર્યા કરતાં પણ એ હવે વધુ ગંભીર બની છે. ઘોંઘાટના કારણે તણાવ સર્જાયા છે અને આપણી ઉંઘને અસર થાય છે. ઘોંઘાટની હોર્મોન લેવલ-સ્તરમાં ફેરફાર થાય છે અને બ્લડપ્રેસર પણ વધે છે. અન્ય અસરોમાં, ઉંઘમાં સતત ખલેલ પડવાથી ગ્લુકોઝ ચયાપચયની પ્રક્રિયા થતાં ભૂખ પણ બદલાય જાય છે.
મારિયા ફોરાસ્ટરના મત મુજબ લાંબાગાળે આવી અસરોથી કાયમી જીવશાસ્ત્રીય બદલાવ આવી શકે છે.


Advertisement