યુવાનો ખોરાક કરતાં સ્માર્ટફોન વધુ પસંદ કરે છે; અભ્યાસમાં ચોંકાવનારા તારણો

21 November 2018 11:14 AM
Off-beat Technology

સ્માર્ટફોનના ઉપયોગ માટે વધુ કામ કરવા અથવા નાણા ખર્ચવા કોલેજ સ્ટુડન્ટસ તૈયાર

Advertisement

આજકાલના યુવાનોને સ્માર્ટફોનનું ભારે ઘેલું લાગ્યું છે. એક અભ્યાસ મુજબ કોલેજ વિદ્યાર્થીઓ સ્માર્ટફોન માટે ખોરાકથી વંચિત રહેવા તૈયાર છે. ‘એડીકટીવ બિહેવ્યર્સ’ નામના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસના તારણો દર્શાવે છે કે સ્માર્ટફોન ખોરાક-ભોજન કરતાં પણ વધુ પ્રાધાન્ય ધરાવે છે.
અમેરિકામાં બફેલો ખાતેની યુનિવર્સિટીમાં એક વિજ્ઞાની સારા ઓડોનેલના જણાવ્યા મુજબ અભ્યાસમાં અમે સ્માર્ટફોનની ઘેલછાના પુરાવા રજુ કર્યા છે.
તેમના દાવા મુજબ જયારે વિદ્યાર્થીઓને ભોજન અને સ્માર્ટફોન બન્નેથી વંચિત રાખવામાં આવે ત્યારે તે સ્માર્ટફોનનો ઉપયોગ કરી કામ કરવા પ્રેરીત થયા હતા અને ફોન મેળવવા વધુ નાણાં ખર્ચવા તૈયાર હતા.
સંશોધકો એ જાણવા માંગતા હતા કે ખોરાક, ડ્રગ અને આલ્કોહોલ જેવા પ્રેરકબળ તરીકે સ્માર્ટફોન રિઈન્ફોર્સીંગ બિહેવીયર તરીકે કામ કરી શકે છે કે નહીં, ઓ ડોનેલના જણાવ્યા મુજબ આપણે દરરોજ જે રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ તે દંગ કરી દેનારો છે. દિવસમાં આપણે પાંચથી નવ કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ.
અભ્યાસમાં 18થી22 વર્ષના કોલેજ વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. તેમને 3 કલાક સુધી ભોજનથી વંચિત રાખવામાં આવ્યા હતા. સ્માર્ટફોનથી તેમને બે કલાક દૂર રખાયા હતા. એ ગાળામાં તેમણે અભ્યાસ કર્યો હતો અથવા છાપા વાંચ્યા હતા.
એ પછી વિદ્યાર્થીઓને તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરવા અથવા 100 કેલરી બરાબર તેમના મનપસંદ ખોરાકની પસંદગી કરવા કોમ્પ્યુટર ટાસ્ક અપાયું હતું.
સ્માર્ટફોન ટાઈમ અથવા ફંડની કમાણી કરવા તેમને સોંપવામાં આવેલું કામ વધારવામાં આવ્યું હતું.
સંશોધકોએ સ્માર્ટફોન રિઈન્ફોર્સમેન્ટ બે રીતે આપ્યું હતું. એક કાલ્પનિક પ્રશ્ર્નપત્ર હતું, અને એમાં પૂછવામાં આવ્યું હતું કે વધતા ભાવે વ્યક્તિ કેટલી મીનીટ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ માટે ખરીદ કરશે.
બિહેવીયરલ ઈન્ડેકસ ઓફ રિઈન્ફોર્સમેન્ટની બીજી રીતમાં કામનું પ્રમાણ (એટલે કે માઉઝ બટન કિલકની સંખ્યા) માપવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં સમય અનુસાર ફોન વાપરવા વધુ સંખ્યામાં કિલક જરૂરી હતી.
વિદ્યાર્થીઓ તે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા વધુ નાણાં ખર્ચવા અને વધુ કામ કરવા તૈયાર હતા. સરવાળે, જાણવા મળ્યું હતું કે સ્માર્ટફોનના ઉપયોગની લાલચ તેમને વધુ પ્રેરીત કરતી હતી.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીએ ભોજનથી પ્રેરીત થવાના બદલે સ્માર્ટફોનથી વધુ પ્રેરીત થયેલા જણાતા હતા.


Advertisement