પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા લોક દરબારનો કાર્યક્રમ યોજાશે

16 November 2018 05:41 PM
Rajkot
Advertisement

ગ્રાહકોની ફરિયાદ રજુઆતોને સમય મર્યાદામાં નિરાકરણ થાય અને પ્રજાને સ્થાનિક પ્રશ્ર્નોનો ઉકેલ વિભાગીય કચેરી કક્ષાએથી થાય તે હેન્ડથી રાજકોટ શહેર વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની વિભાગીય કચેરીમાં પત્રક મુજબનો લોક દરબારનો કાર્યક્રમ તા.11/12 અને તા.13ના રોજ કરવામાં આવેલ છે.
તા.11/12ના રોજ બપોરે 4 કલાકે વિભાગીય કચેરી-3 લક્ષ્મીનગર, નાના મવા મેઇન રોડ અને તા.13/12ના રોજ બપોરે 4 કલાકે વિભાગીય કચેરી-1 જુનુ પાવર હાઉસ, કાવેરી હોટેલ પાસે અને એ જ દિવસે વિભાગીય કચેરી-2 જુનુ પાવર હાઉસ, કાવેરી હોટલ પાસે લોક દરબારનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં અઘ્યક્ષ તરીકે કાર્યપાલક ઇજનેર હાજર રહી લોકોના પ્રશ્ર્નો સાંભળી નિરાકરણ કરશે અને જરૂર જણાયે યોગ્ય કાર્યવાહી માટે સૂચના આપશે. આ કાર્યક્રમમાં નીતિ વિષયક અને કોઇપણ કોર્ટમાં પડતર હોય તેવા પ્રશ્ર્નો સિવાયના ગ્રાહકોને સ્પર્શતા પ્રશ્ર્નો જેવા કે નામ ટ્રાન્સફર વગેરે અંગે જરૂરી આધારો સાથે લેખીતમાં સંબંધીત નાયબ ઇજનેર પેટા વિભાગીય કચેરીએ લોક દરબારના 8 દિવસ પહેલા પહોંચાડવાના રહેશે. લોક દરબારના દિવસે રજૂઆતકર્તાએ પોતાના પ્રશ્ર્નોની વિગતો સાથે અવશ્ય હાજર રહેવાનું રહેશે.


Advertisement