કોઈ રાજકીય પક્ષોમાં નહી જોડાય પણ ભાજપને હરાવવા કામ કરીશ: શંકરસિંહ

16 November 2018 05:37 PM
Gujarat Politics
  • કોઈ રાજકીય પક્ષોમાં નહી જોડાય પણ ભાજપને હરાવવા કામ કરીશ: શંકરસિંહ

હવે ઈવીએમ નહી બેલેટ પેપરથી મતદાનની માંગ અડવાણી ચૂંટણી લડવા માંગે છે પણ સંઘ મંજુરી આપે તો જ મેદાનમાં આવશે: ‘બાપુ’ ફરી મેદાનમાં

Advertisement

રાજકોટ: ગુજરાતમાં ધારાસભા ચૂંટણી સમયે અને તે પુર્વે ભાજપે લાભપ્રદક કામગીરી કરનાર પુર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી સમયે ફરી મેદાનમાં આવતા પરાજીત કરવા માટે તેઓ કામ કરશે તેવી જાહેરાત કરી છે.
ગુજરાતના રાજકીય ચાણકય નેતા શંકરસિંહ વાઘેલાએ આજે વસંત વગડો ખાતે આયોજીત પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કામ કરીશ પણ કોઈ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં તેવી સ્પષ્ટતા કરી હતી. આ અંગે પત્રકારો સમક્ષ હૈયાવરાળ ઠાલવતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના વળતા પાણી નિશ્રિચત છે અને ફરીથી 300 બેઠકો સાથે ફરીથી યુપીએનું શાસન ચોકકસ આવશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
ઈવીએમ મશીનોથી થતા મતદાન અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને લખેલા પત્રની માહિતી આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પંચને પત્ર લખીને એવી માંગ કરી છે કે આવી રહેલી લોકસભા ચૂંટણીમાં ઈવીએમ બંધ કરીને માત્ર બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે અને જો આવું કરવામાં આવશે તો જ લોકશાહીનું ખૂન થતું અટકશે તેમ જણાવ્યું હતું. કારણ કે ઈવીએમ મશીનોના માહિર લોકો દિલ્હીમાં બેઠા છે અને પોતાની ખુશી બચાવી રહ્યા હોવાનો આડકતરો આક્ષેપ કર્યો હતો.
તમે રાજકીય પક્ષમાં જોડાશો કે કેમ અને કયાંથી ઉભા રહેશો તેવા પ્રશ્ર્નના ઉતરમાંતેમણે જણાવ્યું હતું કે હાલ તો હું વચન તોડવા વાળી ભાજપ સરકારને હરાવવા માટે જ પ્રયત્નશીલ બનીશ. આ તબકકે લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અડવાણીજીની મુલાકાતમાં એમ પૂછયું હતું તે તમે ચૂંટણીમાં ઉભા રહેશો કે કેમ જેના જવાબમાં તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એમણે એમ જણાવ્યું હતું કે મને આરએસએસ ના પાડશે તો અલગ વાત છે પરંતુ હું ચૂંટણી લડવા માટે આજે પણ તૈયાર છું તેમ જણાવ્યું હતું. અનામત અંગે પૂછેલા પ્રશ્ર્નના ઉતરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકારને લોલીપોપ આપવામાં જ રસ છે. સરકારને અનામત આપવી જ હોય તો કાયદો પસાર કરીને તેનો લાભ આપવો જોઈએ જો ભાજપ સરકાર શબરીમાલા જેવા કેસમાં હસ્તક્ષેપ કરતી હોય તો અનામતમાં પણ યોગ્ય નિર્ણય કેમ કરતી નથી. હાર્દિક અંગે પૂછેલા પ્રશ્ર્નના ઉતરમાં બાપુએ સ્પષ્ટતા કરી હતી કે હાર્દિક ને મારા પડછાયાથી નુકશાન થશે જે મારા માટે યોગ્ય નથી. હાર્દિકના પરિવારના ઘર આપવાના મુદે ભાજપ સરકારે તેને હેરાન કરવા જઈએ નહીં એવી અપીલ પણ કરી હતી.


Advertisement