વાઈબ્રન્ટ સમીટ: નેધરલેન્ડના રાજદૂત તથા સુઝુકી મોટર્સના એમ.ડી.ને મળતા મુખ્યમંત્રી

16 November 2018 05:35 PM
India
  • વાઈબ્રન્ટ સમીટ: નેધરલેન્ડના રાજદૂત તથા સુઝુકી મોટર્સના એમ.ડી.ને મળતા મુખ્યમંત્રી

સમીટમાં હાજરી આપવા અને રાજયમાં રોકાણ માટે આમંત્રણ: વધુ મુલાકાતોની તૈયારી

Advertisement

નવી દિલ્હી: ગુજરાતમાં આગામી જાન્યુઆરી માસમાં યોજાનારા વાઈબ્રન્ટ મહોત્સવમાં વૈશ્ર્વિક ઉદ્યોગ ક્ષેત્રના એકઝીકયુટીવ તથા વિવિધ દેશોના રાજનેતાઓને આમંત્રીત કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે દિલ્હી ગયા છે. તેઓએ નેધરલેન્ડના રાજદૂત તથા ગુજરાતમાં અગાઉથી જ હાજરી ધરાવતી જાપાનીઝ કંપની સુઝુકીના એમડી સાથે બેઠક યોજી હતી અને વાઈબ્રન્ટ સમીટમાં ભાગ લેવા આમંત્રીત કર્યા હતા.
નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત માર્ટન વેન ડેન્ગ બર્ગે મુખ્યમંત્રી સાથેની વન ટુ વન બેઠકમાં ગુજરાત સાથે પોર્ટ લેડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઈ.આર.માં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી. હાલ દહેજમાં 1500 કરોડના રોકાણ સાથે નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણમાટે પ્રેરીત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમીટમાં નેધરલેન્ડનું હાઈ પાવર ડેલીગેશન સહભાગી થાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું.મારુતી સુઝુકીના મેનેજીંગ ડીરેકયર કેનીયી અયુકાવા એ ગુજરાતમાં મારુતી મોટર્સ ના નવા પ્લાન્ટના કાર્યરંભ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતી સુઝુકી આઈટીઆઈમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરુ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી.મારુતી સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા ફેઈઝ ના પ્લાન્ટની ઉત્પાદન કેપેસીટી બમણી એટલે કે 7.5 લાખ થી 15 લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી હતી.


Advertisement