રાજકોટ જિલ્લા પંચાયતમાં નવા નામ ઉમેરો-કમી સુધારા સહિતનાં 84,366 ફોર્મ ભરાઇને આવ્યા

16 November 2018 05:32 PM
Rajkot
  • રાજકોટ જિલ્લા પંચાયતમાં નવા નામ ઉમેરો-કમી સુધારા સહિતનાં 84,366 ફોર્મ ભરાઇને આવ્યા

17 હજાર કર્મચારીઓની ડેટા એન્ટ્રી થઇ : વિડીયો કોન્ફરન્સ યોજતા મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓ

Advertisement

રાજકોટ તા.16
આગામી લોકસભા ચૂંટણીઓની પૂર્ણ તૈયારીરૂપે આજરોજ વધુ એકવાર રાજયનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ બપોરે 12 કલાકે રાજકોટ સહિત રાજયનાં દરેક જિલ્લાનાં ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી મતદાર યાદી સુધારણાની કામગીરી કેટલે પહોંચી? ઇ.વી.એમ.ની તૈયારી અને સ્ટાફનાં ડેટા બેઝની તૈયારી અંગે સમીક્ષા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની કામગીરી અંતર્ગત રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં નવા નામ, નામ કમી, સુધારા-વધારા સહિતનાં કુલ 84,366 ફોર્મ ભરાઇને આવ્યા છે. જેમાં નવા નામનાં 41,693 કમીનાં 14,664 અને સુધારા-વધારાનાં 21,338 ફોર્મનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સ્ટાફમાં જુદા-જુદા ખાતાના 17 હજાર કર્મચારીઓની ડેટા એન્ટ્રી થઇ ગઇ છે. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર પાસે હાલમાં એમ-3 પ્રકારનાં 3420 બેલેટ અને 2860 કંટ્રોલ યુનિટ છે. જયારે હવે આગામી દિવસોમાં 2860 વી.વી.પેટ આવશે.


Advertisement