હવે ફેસબુક પરથી પણ સેન્ટ મેસેજ અનસેન્ડ કરી શકાશે

16 November 2018 03:16 PM
India Technology
  • હવે ફેસબુક પરથી પણ સેન્ટ મેસેજ અનસેન્ડ કરી શકાશે

Advertisement

જેમ વોટસઅેપ પર અેક વાર મોકલી દીધેલો મેસેજ જાે તમારે ડિલીટ કરવો હોય તો ગણતરીની અમુક મિનિટમા જ તમે ડિલીટ કરી શકો છો અેમ હવે ફેસબુક પર પણ થઈ શકશે. ફેસબુક પર મોકલેલા મેસેજને ડિલીટ કરવા માટે દસ મિનિટનો સમય નક્કી કરવામાં અાવ્યો છે. મતલબ કે યુઝરે જાે ભુલથી કોઈ મેસેજ મોકલી દીધો હય અને અેને અનસેન્ડ કરવો હોય તો તમારી પાસે દસ મિનિટનો સમય રહેશે. અનસેન્ડ ફીચરની મદદથી તમે મોકલેલા ફોટોગ્રાફસ અને વિડિયો પણ ડિલીટ કરી શકશો. ફેસબુક તમે અનસેન્ડ કરેલો મેસેજ થોડાક સમય માટે પોતાની પાસે રહેવા દેશે જેથી અે સુનિશ્ર્વિત કરી શકાય કે અા મેસેજ કોઈને હેરેસ કરવા માટે તો નહોતોને. ફેસબુકે હાલમાં બોલિવિયા, પોલેન્ડ, કોલંબિયા અને લિથુઅાનિયા જેવા દેશોમાં અા ફીચર અાપ્યું છે. ભારત અને અન્ય દેશોમાં બહુ જલદી અા ફીચર અાવશે. અા ફીચર થકી મોકલેલા મેસેજને અનસેન્ડ કરવા માટે મેસેજ પર ટેપ કરીને થોડીક ક્ષણો માટે હોલ્ડ કરવાનંુ રહેશે. અે પછી રિમૂવ ફોર અેવરીવનનો અોપ્શન દેખાશે જેની મદદથી મેસેજ અનસેન્ડ કરી શકાશે.


Advertisement