રીલાયન્સ નેવલને નાદાર જાહેર કરવા લેણદારોની અરજી

15 November 2018 06:59 PM
Business India
  • રીલાયન્સ નેવલને નાદાર જાહેર કરવા લેણદારોની અરજી

Advertisement

અનીલ અંબાણીની કંપનીઓની મુશ્કેલી ઓછી થતી જ નથી. મોટા ભાઈ એક તરફ નવી નવી કંપનીઓ ખરીદી રહ્યા છે તો નાના ભાઈ વહેચી રહ્યા છે અને તેમાં હવે તેના શીપબીલ્ડીંગ સાહસ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીનીયરીંગને પણ નાદાર જાહેર કરવા તેના લેણદારોએ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ માંગણી કરી છે. વાસ્તવમાં અનિલ અંબાણીએ પીપાવાવ શીપયાર્ડ હસ્તગત કરીને આકંપની બનાવી હતી. પણ તેમાં બહુ સફળતા મળી નથી અને માર્કેટ ઈન્ફોટેકે હવે તેના લેણા વસુલવા રીલાયન્સ નેવલને નાદાર જાહેર કરવા માંગણી કરી છે. જો કે રકમ બહુ મોટી નથી. ફકત 51 લાખ રૂપિયા જ આ કંપની માંગે છે. પરંતુ તે પણ નહી ચૂકવી શકતા આ ઘડી આવી છે.


Advertisement