એર ઈન્ડીયાની 71 પ્રોપર્ટી વેચાણમાં

15 November 2018 06:57 PM
Business
  • એર ઈન્ડીયાની 71 પ્રોપર્ટી વેચાણમાં

Advertisement

સરકારી એરલાઈન એર ઈન્ડીયાને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ બની રહ્યા છે ત્યારે હવે તેનુ દેવુ ઘટાડીને સરકાર આ કંપનીને વેચવા પ્રયત્ન કરશે અને તેના ભાગરૂપે હાલ દેશના 16 લોકેશન પર ફેલાયેલી એર ઈન્ડીયાની 71 પ્રોપર્ટી વેચાણમાં મુકીદેવાઈ છે. જેમાં લોનાવાલામાં એરઈન્ડીયાનું હોલીડે હોમ પણછે અને મુંબઈમાં 30 જેટલી પ્રોપર્ટી આવેલી છે. માનવામાં આવે છે કે મુંબઈની પ્રોપર્ટી વેચીને રૂા.230 કરોડ મેળવશે જેમાં 14 એવા ફલેટ છે જે પાલીહીલ સહીતના એરીયામાં આવેલા છે અને તેની ડિમાન્ડ પણ છે. આ ઉપરાંત ભુજમાં એરઈન્ડીયાની પ્રોપર્ટી છે. આ તમામ પ્રોપર્ટી વેચાણ કરીને એર ઈન્ડીયાનું દેવુ ઘટાડવાની કોશીશ છે.


Advertisement