ગેહલોત ચૂંટણી લડવા માંગતા હતા પાયલોટ માટે કોઈ સલામત બેઠક ન હતી: મોવડીમંડળે બંનેએ ફીકસમાં મુકયા

15 November 2018 06:56 PM
India Politics
  • ગેહલોત ચૂંટણી લડવા માંગતા હતા પાયલોટ માટે કોઈ સલામત બેઠક ન હતી: મોવડીમંડળે બંનેએ ફીકસમાં મુકયા

Advertisement

નવી દિલ્હી તા.15
રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષે બે દિગ્ગજ નેતા અશોક ગેહલોત અને સચીન પાયલોટને ચૂંટણી લડાવવાની જાહેરાત કરીને છેલ્લા પાંચ દિવસથી જે નવી યાદી જાહેર કરવાની પ્રક્રિયા અટકી હતી તે આગળ વધારવાની લીલીઝંડી મળી ગઈ છે પરંતુ આ જાહેરાતમાં એક તરફ અશોક ગેહલોત ની ચૂંટણી લડવાની જીત અને બીજી તરફ સચીન પાયલોટની ચૂંટણી નહી લડવાની જીત વચ્ચે મોવડીમંડળે રસ્તો કાઢયો છે. અશોક ગેહલોત જોધપુરની સરદારપુરા બેઠક લડવા માંગે છે જે તેની પરંપરાગત બેઠક છે અને તેણે આ બેઠક પર બહુ પ્રચાર કરવાની પણ જરૂર નથી. પરંતુ સચીન પાયલોટની મુશ્કેલી એ હતી કે તેની કોઈ એક વિધાનસભા બેઠક નથી. કારણ કે તેઓએ વિધાનસભા ચૂંટણી લડી જ નથી. તેઓ માટે કઈ બેઠક લડવી તે પ્રશ્ર્ન હતો. તેથી તેઓ હાલ ચૂંટણી ન લડવી અને કોંગ્રેસ જીતે અને મુખ્યમંત્રી પદની રેસ સર્જાય તો તેના માટે બધી બેઠકો સલામત બની જાય તેવી સ્થિતિ હતી. અશોક ગેહલોત આ જાણતા હતા અને તેથી તેઓએ પોતે ચૂંટણી લડશે તેવીજીદ કરીને પાયલોટને પણ ચૂંટણી લડવા મજબૂર કર્યા. કારણ કે જો સચીન પાયલોટ ચૂંટણી ન લડે તો ગેહલોત આપોઆપ મુખ્યમંત્રીપદના દાવેદાર ગણાય જાય તેવી સ્થિતિ હતી.
મધ્યપ્રદેશમાં એંગર ઈન્ડેકસ સૌથી


Advertisement