રૂા.260 કરોડનું વિનય શાહ કૌભાંડ: ચાર કલાકમાં તપાસ બદલાઈ અને ચાર-પાંચ ઓડીયો કલીપ પણ ગાયબ

15 November 2018 06:24 PM
Rajkot Crime Gujarat
  • રૂા.260 કરોડનું વિનય શાહ કૌભાંડ: ચાર કલાકમાં તપાસ બદલાઈ અને ચાર-પાંચ ઓડીયો કલીપ પણ ગાયબ

અમદાવાદના પોલીસ કમિશ્ર્નરે ગજા બહારની જવાબદારી સંભાળી લીધી હતી

Advertisement

રાજકોટ તા.15
ગુજરાતમાં રૂા.260 કરોડના ચીટીંગમાં ગઈકાલે જે રીતે અમદાવાદના પોલીસ કમિશ્ર્નર એ.કે.સિંઘ દ્વારા જે ખાસ તપાસ ટીમ બનાવાઈ હતી તેને વિખેરીને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી તેની ચર્ચા પોલીસ અને રાજકીય વર્તુળોમાં છે. અમદાવાદમાં આ કૌભાંડમાં વિનય શાહ અને તેમના પત્ની ગુમ થઈ ગયા છે. ફકત અમદાવાદ જ નહી પણ જામનગર અને રાજયના અન્ય શહેરોમાં પણ પ્રકારે વિનય શાહની કંપનીએ ચીટીંગ કર્યુ તેમાં રાજકીય અને અન્ય મોટા માથાઓ પણ સંડોવાયા હોવાના સંકેત મળ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂા.260 ક્રોડનું જંગી કૌભાંડ હોવાથી તેમાં ડીજીપીએ તપાસનો દોર સંભાળી લીધો હતો અને અમદાવાદ પોલીસ કમિશ્ર્નર એ.કે.સિંઘને તપાસની તક પણ ન આપી. આ વચ્ચે જ વિનય શાહની કેટલીક વાતચીતના પાંચ ઓડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા અને તે સાથે જ અચાનક જ આ ઓડીયો કલીપ પણ ગાયબ થઈ ગઈ છે. ગાંધીનગરના સૂત્રો કહે છે કે રૂા.20-25 કરોડનું ચીટીંગ હોત તો અમદાવાદ પોલીસ તપાસ કરે તે અલગ વાત છે પરંતુ રાજયવ્યાપી કૌભાંડ અને તે પણ રૂા.260કરોડનું હોય તેમાં સીટનું ગજુ નહી. ક્રાઈમ બ્રાંચ જ કામગીરી કરી શકે. આમ સૌરાષ્ટ્રના મગફળી કાંડની તપાસ કરનાર ક્રાઈમ બ્રાંચને વધુ એક ‘કામગીરી’ મળી ગઈ છે.


Advertisement