રણજી ટ્રોફી : રેલવેને 3 વિકેટે પરાજીત કરતું સૌરાષ્ટ્ર

15 November 2018 06:14 PM
Gujarat Saurashtra
  • રણજી ટ્રોફી : રેલવેને 3 વિકેટે પરાજીત કરતું સૌરાષ્ટ્ર

રવિન્દ્ર જાડેજા અને સેલ્ડન જેક્સને 50 સાથે સૌરાષ્ટ્રને વિજય ભણી લઈ ગયા : જાડેજાની બોલીંગમાં પણ કમાલ

Advertisement

રાજકોટ, તા. 15
રાજકોટમાં રમાઈ રહેલ રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રે તેના બીજા દાવમાં સાત વિકેટે 186 રન બનાવીને રેલવેને 3 વિકેટે પરાજય આપ્યો હતો.
આજે સૌરાષ્ટ્ર તરફથી જેક્સને 54 અને રવિન્દ્ર જાડેજાએ 48 રન બનાવ્યા હતા અને સૌરાષ્ટ્રના વિજયમાં મહત્વનો ફાળો આપ્યો હતો. અને જાડેજા અણનમ રહ્યો હતો. આ મેચમાં વિજય સાથે સૌરાષ્ટ્રને 9 પોઈન્ટ મળ્યા છે અને તે ગૃપમાં પ્રથમ નંબરે રહ્યું છે. રેલવેનો બીજો દાવ 331માં પુરો થયો હતો અને સૌરાષ્ટ્રે જીત માટેના જરુરી રન બનાવી લીધા હતા.


Advertisement