વાઈબ્રન્ટનો ધમધમાટ શરૂ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે દિલ્હી જશે

15 November 2018 06:13 PM
Gujarat

ટોચના ઉદ્યોગપતિઓ સામે બેઠક: મંત્રીઓને પણ જવાબદારી

Advertisement

ગાંધીનગર તા.1પ
ાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતી કાલે દિલ્હીમાં વાયબ્રન્ટ સમિટ ગુજરાતના યોજાનાર રોડ શોની આગેવાની લેશે. ત્યારબાદ તેઓ ઉદ્યોગકારો સાથે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં મુડી રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુખ્ય સચિવ ડોજે.એન.સિહ પણ જોડાશે.
જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટના પગલે સરકાર વાઇબ્રેટ મોડ પર આવી ગઈ છે. દિવાળીના તહેવારો બાદ હવે પછી સરકારનું મુખ્ય ફોકસ ગુજરાત ગ્લોબલ સમિટ પર રહેશે.
તો બીજી તરફ સમિટની સફળતા મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી ,અને તેમનું પ્રધાનમંડળ સહિત રાજ્યના અલગ-અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ વિવિધ રાજ્યની અંદર રોડ શો કરીને વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતગાર કરશે. આગામી સપ્તાહથી વિવિધ રાજ્યોના રોડ શો શરૂ થવા જઇ રહ્યા છે .ત્યારે 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનારા સમિટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે દિલ્હી જશે. અને ત્યાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે મંત્રણા કરશે .
તો બીજી તરફ નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન પ્રધાનમંત્રીઓ અને સંલગ્ન વિભાગના સનદી અધિકારીઓ અન્ય રાજ્યોમાં રોડશો કરનાર છે .સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 19મી નવેમ્બરે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ પૂના ખાતે રોડશો કરશે અને ત્યારબાદ 2જી ડિસેમ્બરે હૈદરાબાદ ની મુલાકાત લેવાના છે .આ મુલાકાત દરમિયાન તેઓ એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીઝ સહિત અન્ય સંસ્થાઓને ગુજરાતની અંદર રોકાણ કરવા વિધિવત માહિતગાર કરી. આમંત્રિત કરવામાં આવશે સાથે સાથે ગુજરાતમાં ઉદ્યોગોને લગતી નીતિઓ અને ગિફ્ટ સિટીમાં ફાઇનાન્સ ને લગતા બિઝનેસ માટે ગુજરાત સરકારે કરેલી આગવી વ્યવસ્થાની માહિતી પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટ ના લોકાર્પણ પ્રોજેકટ બાદ અને દિવાળીના મિની વેકેશન બાદ રાજ્ય સરકાર તેમજ તેમનું વહીવટી તંત્ર વાઇબ્રન્ટ મોડ પર આવી ગયું છે .અને આ માટે જ આગામી સપ્તાહથી મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ વિવિધ રાજ્યોની મુલાકાત તેમજ જે તે રાજ્યના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રિત કરશે.


Advertisement