રણજી ટ્રોફી મેચમાં રેલ્વે પર સૌરાષ્ટ્રે પકકડ બનાવી

14 November 2018 06:00 PM
Saurashtra

રેલ્વે બીજા દાવમાં 210/6: ફકત 62 રનની લીડ: સૌરાષ્ટ્રને આઉટ રાઈટ વિજયની તક: જાડેજાની 178 રનની ઈનીંગ બાદ ત્રણ વિકેટ પણ ખેરવી

Advertisement

રાજકોટ તા.14
સૌરાષ્ટ્ર અને રેલ્વે અહીં રમાઈ રહેલ રણજી ટ્રોફી મેચમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે રેલ્વેએ તેના બીજા દાવમાં 6 વિકેટે 210 રન બનાવ્યા છે અને આ રીતે સૌરાષ્ટ્ર ઉપર 62 રનની સરસાઈ મેળવી લીધી છે. જેમાં રવિન્દ્ર જાડેજાએ 178 રનની શાનદાર ઈનીંગ રમી હતી. રેલ્વે તરફથી આજે જો કે કોઈ ખેલાડી મોટી ઈનીંગ રમી શકયા નથી અને હરીશ ત્યાગી 41 રન સાથે બેટીંગમાં છે. સૌરાષ્ટ્ર તરફથી રવિન્દ્ર જાડેજાએ ત્રણ અને ધર્મેન્દ્ર જાડેજાએ પણ ત્રણ વિકેટ ઝડપી છે હવે આવતીકાલે મેચનો અંતીમ દિવસ છે અને રેલ્વે સૌરાષ્ટ્ર માટે કેટલી લીડ આપે છે તેના પર છે અને આ સાથે રેલ્વેના દાવનો વહેલો સંકેલો કરીને સૌરાષ્ટ્રમાં આઉટ રાઈટ વિજયની પણ તક છે. જે સૌરાષ્ટ્રને ગ્રુપમાં આગળ મુકી દેશે.


Advertisement