મુંજકામાં રહેતી સગીરાને પાડોશમા રહેતો શખ્સ ભગાડી ગયાની ફરીયાદ

14 November 2018 05:44 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.14
શહેરની ભાગોળે મુંજકા ગામમા રહેતી સગીરાને તેના પાડોશમા રહેતો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ તેણીની માતાએ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુંજકા ગામમા રહેતી પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેના પુત્રને કોઇ કારણ સબબ ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા બાદ ઘરે પરત ફરતા તેની 1પ વર્ષની પુત્રી ઘરેથી લાપતા હોય તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં પાડોશમા રહેતા સુનીલ રતાભાઇ વાવેચાના ઘરે જઇ તપાસ કરતા તે પણ ઘરે ન હોય સુનીલ જ તે સગીરાનું અપહરણ કરી ગયો હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી છે.


Advertisement