નેતાજી સુભાષચંદ્ર બોઝની સ્મૃતિમાં રૂા.75નો ચલણી સીકકો બહાર પડાશે

14 November 2018 04:34 PM
India
  • નેતાજી સુભાષચંદ્ર બોઝની સ્મૃતિમાં રૂા.75નો ચલણી સીકકો બહાર પડાશે

Advertisement

નવીદિલ્હી તા.14
નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પોર્ટબ્લેરમાં પ્રથમ વખત ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફરકાવાયો હતો તેને 75 વર્ષ થયા છે. અને તેની સ્મૃતિમાં સરકાર રૂા.75નો ખાસ ચલણી સીકકો બહાર પાડશે. 35 ગ્રામનો આ સીકકો પ0 ટકા ચાંદી 40 ટકા તાંબુ અને 5-5 ટકા નીકલ અને ઝીંકનો બનેલો હશે અને તેના પર સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોય તેવું ચીત્ર અંકીત થયેલુ હશે અને અંગ્રેજીમાં પ્રથમ ધ્વજારોહણ દિવસ 30 ડીસેમ્બર 1943 તેવું લખાયેલુ હશે.


Advertisement