હવે ખેડુતો જ મગફળી પીલાણ માટે ઓઈલમીલ સ્થાપે: ફળદુ

14 November 2018 03:17 PM
Jamnagar Gujarat
  • હવે ખેડુતો જ મગફળી પીલાણ માટે ઓઈલમીલ સ્થાપે: ફળદુ

Advertisement

રાજકોટ તા.14
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સતત બીજા વર્ષે ફસાઈ ગયેલી ગુજરાત સરકારે હજુ આ વર્ષની ખરીદીમાં ગોડાઉન શોધે છે તથા પેમેન્ટ ખેડુતોના બેન્ક ખાતામાં કયારે જશે તે પ્રશ્ર્ન છે તે વચ્ચે હવે ખેડુતોને તેની મગફળીનું તેલ બનાવવા ઓઈલ મીલ સ્થાપવામાં પણ સહાયતા કરશે. રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ માહીતી આપતા જણાવ્યું હતું કે ખેડુતો જ તેલના ઉત્પાદનના વેલ્યુ એડીશન કરે તે સરકાર ઈચ્છે છે.
સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઊત્પાદન થાય છે અને તેથી ખેડુતો સહકારી મંડળી સ્થાપીને તેઓ જ તેમની મગફળીનું તેલ બનાવીને બજારમાં મુકે તો તેનાથી તેઓને ખુદના ઉત્પાદનનું નવુ બજાર મળશે એટલું જ નહિં હાલ તો ઓઈલ મીલ ઈન્ડસ્ટ્રીઝ સામે સ્પર્ધા ઉભી થતા સીંગતેલના ભાવ પણ ઘટશે અને તેનાથી માર્કેટમાં પણ એક તંદુરસ્ત સ્થિતિ બનશે.શ્રી ફળદુએ આ માટે ખાંડ ઉદ્યોગમાં જે સહકારી સંઘ તથા ખેડુતોની મંડળી કામ કરે છે તેનું દ્રષ્ટાંત આપ્યુ હતું. રાજય સરકારે ખેડુતોની સહકારી મંડળી જ સીંગતેલનું ઉત્પાદન કરીને માર્કેટીંગ કરે તે મોડેલનો અભ્યાસ કર્યો છે.સરકાર આ માટે ખેડુતોને સહાય કરશે.


Advertisement