આવતા મહિનાથી વિશ્ર્વની પ્રથમ ‘ડ્રાયવરલેસ ટેકસી’ સેવા

14 November 2018 11:29 AM
India Technology
  • આવતા મહિનાથી વિશ્ર્વની પ્રથમ ‘ડ્રાયવરલેસ ટેકસી’ સેવા

ગુગલની સંલગ્ન કંપની ‘વેઈમો’ સેવા શરૂ કરશે

Advertisement

ન્યુયોર્ક તા.14
વિશ્ર્વમાં હવે ડ્રાઈવરલેસ કારનો યુગ શરૂ થવામાં છે. આવતા મહિનાથી ડ્રાઈવરલેસ ટેકસી સેવા આરંભવાના સંકેત છે.
ગુગલની પેમેન્ટ કંપની આલ્ફાબેટ ઈનકોર્પોરેશનની સબસીડીયરી કંપની વેઈમો આવતા મહિનાથી વિશ્ર્વની પ્રથમ ડ્રાઈવરલેસ ટેકસી સેવા શરૂ કરશે અને ઉબેર-લીફટ જેવી કંપનીઓને સીધી ટકકર આપશે.
વેઈમો નવા બ્રાંડનેમ સાથે આ ટેકસી સેવા શરુ કરનાર છે. નવુ નામ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું છે. કંપની છેલ્લા એક દાયકાથી
સેલ્ફ-ડ્રાઈવીંગ ટેકનોલોજી પર કાર્યરત હતી. ડ્રાયવરલેસ ટેકસી સેવા કયારથી શરૂ થશે તેની ચોકકસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
કંપની પ્રારંભીક તબકકે 100 માઈલના વિસ્તારમાં જ ડ્રાયવરલેસ કારની સેવા શરૂ કરશે. એકાદ વર્ષથી 400 પરિવારો પરીક્ષણમાં ભાગ લઈ જ રહ્યા છે. ડ્રાયવરલેસ સેવામાં જોડાનાર પ્રવાસીઓ સેલ્ફી લેવાથી માંડીને અનુભવો પણ વર્ણવી શકશે. કંપની તબકકાવાર સેવાનો વિસ્તાર તથા વાહનોની સંખ્યા વધારશે.


Advertisement