20 વર્ષ પેહલા IVFની મદદથી મા બની હતી મિશેલ ઓબામા

10 November 2018 07:12 PM
Woman World
  • 20 વર્ષ પેહલા IVFની મદદથી મા બની હતી મિશેલ ઓબામા
  • 20 વર્ષ પેહલા IVFની મદદથી મા બની હતી મિશેલ ઓબામા

20 વર્ષ પહેલા સહન કરી હતી પીડા

Advertisement

અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામાના પુસ્તક 'બીકમિંગ' 13 નવેમ્બરે લોન્ચ થશે. મિશેલે પોતાના આ પુસ્તકમાં દરેક એ વાતનો ઉલ્લેખ કર્યો છે જે તેમણે આઠ વર્ષો દરમિયાન વ્હાઈટ હાઉસમાં રહીને અનુભવ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા એવા ઘણા પાસાંઓને સ્પર્શ્યા જેના વિશે અત્યાર સુધી કોઈને પણ ખબર નહોતી. પોતાના પુસ્તકમાં મિશેલ ઓબામાએ પોતાના ગર્ભપાત વિશે તો વાત કરી છે ઉપરાંત તેમણે આમાં એ પણ જણાવ્યુ છે કે તેમની બંને પુત્રીઓ માલિયા અને સાશા આઈવીએફની મદદથી જન્મી છે.


મિશેલે પોતાના મેમોયરના એક હિસ્સામાં વાંઝિયાપણા સાથેના પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે. મિશેલના આ પુસ્તકની એક એડવાન્સ કોપી અમેરિકી વર્તમાનપત્ર વોશિંગ્ટન પોસ્ટને આપવામાં આવી છે. 20 વર્ષ પહેલા મિશેલે ગર્ભપાતની પીડા સહન કરી હતી. 54 વર્ષના મિશેલ લખે છે, 'તે સતત ગર્ભધારણની કોશિશો કરી રહ્યા હતા. પરંતુ કંઈ ઠીક નહોતુ થઈ રહ્યુ.' ત્યારબાદ એક દિવસ તે અને તેમના પતિ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો. ત્યારબાદ બંને ખુશ હતા કારણકે આ એક ટેસ્ટે તેમની દરેક ચિંતાઓ ભૂલાવી દીધી હતી. પરંતુ બે સપ્તાહ બાદ જ મિશેલને ગર્ભપાતમાંથી પસાર થવુ પડ્યુ.

બરાક ઓબામા વ્યસ્ત હતા ચૂંટણીઓમાં
આ ઘટનાએ તેમને અંદર સુધી તોડી દીધા હતા અને પતિ-પત્નીને એક વિચિત્ર નિરાશાએ ઘેરી લીધી હતી. ત્યારબાદ ઓબામા દંપત્તિએ આઈવીએફનો વિકલ્પ પસંદ કર્યો. આઈવીએફ પ્રક્રિયા પર હજારો ડૉલરનો ખર્ચ આવે છે. ઘણા કપલ્સને તો એકથી વધુ વાર કોશિશ કરવી પડે છે. મિશેલે જણાવ્યુ છે કે તે આ સમય દરમિયાન સંપૂર્ણપણે એકલા હતા. તેમના પતિ ઓબામા ચૂંટણીઓમાં વ્યસ્ત હતા. ઘણી હદ સુધી તેમણે એકલાએ જ બધી વસ્તુઓ સહન કરી. મિશેલે ગુડ મોર્નિંગ અમેરિકાના હોસ્ટ રોબિન રોબર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'મને લાગે છે કે હું ક્યાંક ખોવાઈ ગઈ છુ અને એકલી છુ અને મને હંમેશા અનુભવ થતો હતો કે હું એક અસફળ મહિલા છુ.'


Advertisement