બોલો લ્યો.. શિવરાજસિંહથી બમણી અમીર છે તેમની પત્ની: જાણો કેટલી કમાણી છે

10 November 2018 06:19 PM
India
  • બોલો લ્યો.. શિવરાજસિંહથી બમણી અમીર છે તેમની પત્ની: જાણો કેટલી કમાણી છે

Advertisement

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી ભાજપ હોય કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ બધા પોતાની રાજકીય તૈયારીઓ વધુ મજબૂત બનાવવામાં લાગી ગયા છે. જોરદાર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેથી જનતા વચ્ચે પોતાની પકડ વધુ મજબૂત બનાવી શકાય. આ ચૂંટણી સમરાંગણમાં ઉતરેલા દિગ્ગજ નેતાઓની કમાણીની વાત કરીએ તો ઘણા મોટા નેતાઓની પત્નીઓ તેમના પર ભારે પડતી જોવા મળી રહી છે. ચૂંટણી આયોગમાં જમા કરાવવામાં આવેલ એફિડેવિટમાં જે મુખ્ય વાત નીકળીને સામે આવી છે તે એ છે કે કમાણી મામલે મોટા નેતાઓની પત્નીઓ ઘણી આગળ છે. આમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ શામેલ છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વાર્ષિક આવક લગભગ 19.7 લાખ રૂપિયા છે જ્યારે તેમની પત્ની સાધના સિંહની વાર્ષિક આવક તેમનાથી લગભગ બમણી એટલે કે 37 લાખ રૂપિયા આસપાસ છે. ગઈ ચૂંટણીની વાત કરીએ તો શિવરાજ સિંહ ચૌહાણે પોતાની એફિડેવિટમાં જણાવ્યુ હતુ કે ટેક્સ બાદ તેમની વાર્ષિક આવક 17.12 લાખ રૂપિયા હતી. વળી, તેમની પત્ની સાધના સિંહની આવક 20.5 લાખ રૂપિયા હતી.

ભાજપ સરકારના અન્ય નેતાઓ તથા ઠેમની પત્નીની સંપત્તિ જાણો
શિવરાજ સરકારમાં ગૃહ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળી રહેલા ભૂપેન્દ્ર સિંહની પત્ની સરોજ સિંહની વાર્ષિક આવક 4.5 કરોડ જણાવવામાં આવી છે. તેમની પોતાની વાર્ષિક આવક માત્ર 97 લાખ રૂપિયા છે. આ રીતે મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રાજેન્દ્ર શુક્લાના ચૂંટણી એફિડેવિટ પર નજર કરીએ તો તેમની વાર્ષિક આવક માત્ર 6.6 લાખ રૂપિયા છે જ્યારે તેમની પત્ની સુમિતા શુક્લાની વાર્ષિક આવક 26.66 લાખ રૂપિયા છે. 2013ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને શિવરાજ સરકારમાં મંત્રી બનેલા સંજય પાઠકની વાર્ષિક આવક 85 લાખ રહી. વળી, તેમની પત્ની નિધિ પાઠકની વાર્ષિક આવક 1.4 કરોડ રૂપિયા છે.


Advertisement