રણવીર - દીપિકા લગ્ન કરવા ઇટલી રવાના થયા : જુઓ PICS

10 November 2018 05:50 PM
Entertainment
  • રણવીર - દીપિકા લગ્ન કરવા ઇટલી રવાના થયા : જુઓ PICS
  • રણવીર - દીપિકા લગ્ન કરવા ઇટલી રવાના થયા : જુઓ PICS
  • રણવીર - દીપિકા લગ્ન કરવા ઇટલી રવાના થયા : જુઓ PICS

રણવીર પોતાની 8 કરોડ ની એસ્ટોન માર્ટિન માં એરપોર્ટ પહોંચ્યો, ફેન્સ અને મીડિયા નજીક આવતા ગાડી ન બગડે તેના માટે વિનંતી કરી : બન્ને રણવીર અને દીપિકા કલર કોડીનેટેડ હતા: 14-15 નવેમ્બર ઇટલીમાં લગ્ન સમારોહ યોજાવવાનો છે

Advertisement

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દીપિકા અને રણવીર આજે વહેલી સવારે ઈટાલી જવા રવાના થઈ ગયા છે. આ કપલ પોતાના લગ્નના રીતરિવાજ અને વિધિ માટે પરિવાર સાથે મુંબઈ થી ઈટાલી જવા રવાના થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારે દીપિકા અને રણવીર મુંબઈના એરપોર્ટ પર સુંદર સફેદ પોશાકમાં જોવા મળ્યા. બન્ને કલર કોડીનેટેડ (સરખા કલર) વાળા પોશાકમાં જોવા મળ્યા।

દીપિકા અને રણવીર બંનેએ સફેદ રંગના આઉટફીટ પહેર્યા હતા. રણવીર ખુદ પોતાની સુંદર સફેદ કાર ડ્રાઈવ કરીને એરપોર્ટ પર પહોંચ્યો. તે ખૂબ જ ખુશ દેખાતો હતો. ફોટોગ્રાફર્સે લગ્ન માટે તેને ઘણી બધી શુભેચ્છાઓ આપી. રણવીરે બંને હાથ હલાવીને બધાનું અભિવાદન કર્યું.
કેમ કે ફેન્સ અને ફોટોગ્રાફરે રણવીરની ગાડીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી. બોડીગાર્ડ આવ્યા ત્યારે રણવીર પોતાની ગાડીમાંથી બહાર નીકળી શક્યો. આગળ વધીને તે કેટલાક ફેન્સને પણ મળ્યો. આ સમયે મીડિયા અને ફેન્સની ભીડ એરપોર્ટ પર દેખાતી હતી. પોતાની 8 કરોડ ની એસ્ટોન માર્ટિન ગાડી ન બગડે તેથી રણવીરે પોતે જ સૌને દૂર રહેવા વિનંતી કરી

રણવીરના ચહેરા પર સતત હાસ્ય હતું. રણવીરે જોકે મીડિયા સાથે કોઈ ખાસ વાતચીત ન કરી. દીપિકા પદુકોણ સફેદ રંગના કપડામાં સજેલી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ આ કપલ લગ્નના બંધનમાં બંધાશે. તેઓ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરશે.


Advertisement