પ્લેનમાં થતી આ 5 વાત તમને કહેવાતી નથી ….

10 November 2018 05:29 PM
Off-beat
  • પ્લેનમાં થતી આ 5 વાત તમને કહેવાતી નથી ….
  • પ્લેનમાં થતી આ 5 વાત તમને કહેવાતી નથી ….

ફ્લાઈટમાં સુરક્ષાને લઈને 5 વાતોથી તમે અજાણ હશો, પાયલોટ અથવા સ્ટાફ તમને નથી જાણ કરતા

Advertisement

(સાંજ સમાચાર સ્ટડી સેન્ટર) રાજકોટ તા.10, હાલ ઇન્ડોનેશિયામાં પ્લેન દુર્ઘટના થઇ. પ્લેન ટેક ઓફ થતાના 13 મિનિટમાં જ ક્રેશ થયું હતું. ક્રેશના આગલે દિવસે ટેક્નિકલ ખામી આવી હતી જેને ઇજિનર્સ દ્વારા સરખું કરવામાં આવ્યું હતું પણ છતાં ક્રેશ થયું હતું.
જોકે, ક્યારેય પણ ચાલુ પ્લેન માં આવતી ખામી પાયલોટ અથવા સ્ટાફ દ્વારા ચોક્કસ પણે કહેવામાં આવતી નથી.
જાણો તે 5 વાત કઈ છે

1. ફોનનો ઉપયોગ કેમ ન કરવો ? : ફ્લાઇટમાં ફોન અથવા ગેજેટ્સનો ઉપયોગ નથી કરવામાં આવતો. પ્લેનમાં પાયલોટ દ્વારા રેડિયો સિગ્નલનો ઉપયોગ થતો હોઈ છે. પાયલોટ એર ટ્રાફિક કોન્ટ્રોલ અને ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે રેડિયો ફ્રીક્વન્સી દ્વારા વાતચીત (communication) કરતા હોઈ છે. રડાર યુનિટ સાથે વેથર કન્ડિશન અને લોકેશન માટે પાયલોટ વાત કરતા હોઈ છે. તે દરમ્યાન અગર કોઈ મોબાઈલ નો ઉપયોગ કરે તો વાતચીત કરવામાં ડિસ્ટર્બન્સ (રુકાવટ) આવી શકે છે. પ્લેનમાં મેસેજ રિસીવ કરવા માટે ઇન્ફોર્મેશનમાં પ્રોબ્લેમ થઇ શકે છે, તેથી મોબાઈલ અથવા ગેજેટ્સ નો ઉપયોગ કરવા માટે મનાઈ હોઈ છે.

2. એક એન્જીન ખરાબ થવા પર પાયલોટ નથી જાણ કરતા : કમર્શિયલ પ્લેનનું એક એન્જીન ખરાબ હોવા છતાં પ્લેન સુરક્ષિત ઉડી શકે છે. આ કારણોસર પાયલોટ પેસેન્જરને જાણ નથી કરતા જેથી અફડાતફડી ન સર્જાઈ।

3. માસ્કમાં ફક્ત 15 મિનિટ માટેનું જ ઓક્સિજન હોઈ છે : પ્લેનમાં માસ્કમાં ફક્ત 15મિનિટ માટે નું ઓક્સિજન હોઈ છે. જયારે પ્લેનમાં ઓક્સિજનની ખામી સર્જાઈ છે ત્યારે માસ્ક આપોઆપ બહાર આવે છે, અને પાયલોટ પાસે 15 મિનિટ નો સમય રહે છે કે તેઓ એક એવા લેવલ પર પ્લેનને લાવે જેમાં મુસાફરોને વધુ તકલીફ ન પડે

4. ખરાબ વાતાવરણ ની જાણકારી નથી દેવામાં આવતી : પ્લેનની બહાર જયારે પણ ખરાબ વાતાવરણ હોઈ છે ત્યારે તેની માહિતી પાયલોટ મુસાફરોને નથી આપતા। ઝીરો વીઝીબીલીટી હોઈ તો પણ નથી કહેવામાં આવતું, જેથી કરીને લોકોમાં ભયનો માહોલ ન સર્જાઈ

5. રનવે પર પણ ખતરો ઉભો થઇ શકે છે : ટેકઓફ અને લેન્ડિંગ સમયે જેટલી કાળજી રાખવી પડે છે જેટલી પાયલોટ ફ્લાઇટ ચલાવવામાં રાખતા હોઈ છે. પાયલોટ સાથે મેસેજ દેવામાં ગ્રાઉન્ડ કોન્ટ્રોલ દ્વારા જરા પણ ગડબડ થઇ તો મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. મોટા ભાગ ના પ્લેન દુર્ઘટના રનવે પર સર્જાયા હોતા હોઈ છે.

 


Advertisement