ગાંધીનગરમાં ફરી દીપડા જેવું પ્રાણી દેખાતા ભયનો માહોલ : જંગલી બિલાડી હોવાનું વનવિભાગે જાહેર કયુૅ

07 November 2018 05:18 PM
Ahmedabad Gujarat

સચિવાલયમાંથી પકડાયેલા દીપડાને સાસણ ગીર લઈ જવાયો

Advertisement

પાટનગર ગાંધીનગરમાં બે દિવસ પૂવેૅ દીપડો સચિવાલયમાં ઘુસી જતા કલાકો સુધી મહેનત કરીને પકડવામાં અાવ્યો હતો. કલાકો સુધી સચિવાલયમાં કામ ખોરવાયું હતું. ગઈરાત્રે જીઈબીના બોર નંબર ર૭માં દિપડા જેવું પ્રાણી નજરે ચડતા ભયનો માહોલ ઉભો થયો હતો. તાબડતોબ વનવિભાગને જાણ કરવામાં અાવી હતી. સીસીટીવી કેમેરાની ચકાસણીના અાધારે તે દિપડો નહી પરંતુ જંગલી બિલાડી હોવાનું વન વિભાગ દ્વારા જાહેર કરવામાં અાવ્યું હતું. બીજી તરફ સચિવાલયમાંથી પકડાયેલા દિપડાને સાસણ ગીર લઈ જવામં અાવ્યો છે તે વિશે પણ તકૅવિતકૅ છે.


Advertisement