વેલડન: પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનામાં 85 લાખ યુવકોને જોબ મળી

07 November 2018 05:16 PM
India
  • વેલડન: પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનામાં 85 લાખ યુવકોને જોબ મળી

સરકાર દ્વારા ઔદ્યોગીક એકમોને રૂા.2400 કરોડ સુધીની સહાય: માર્ચ 2019 સુધીમાં 10 લાખ રોજગારીનો લક્ષ્યાંક

Advertisement

નવી દિલ્હી તા.7
દેશમાં મોદી સરકાર પર જોબલેશ ગ્રોથનો આરોપ મુકવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાન રોજગાર પ્રોત્સાહન યોજના હેઠળ 85 લાખ યુવાનોને રોજગાર મળ્યો છે અને તેનાથી દેશમાં બેરોજગારીની સ્થિતિ જે છે તેના હલ ભણી સરકાર જઈ રહી હોવાના સંકેત છે. માર્ચ 2019 સુધીમાં સરકારે આ યોજના હેઠળ 10 લાખ યુવાન-યુવતીઓને રોજગાર મળે તેવો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર દ્વારા આ માટે પ્રોવિડન્ટ ફંડમાં સરકારનો ફાળો તથા રોજગાર સર્જતા એકમોને અનેક પ્રોત્સાહનો પણ આપ્યા છે. જેના કારણે સરકારે રૂા.2400 કરોડનું ભંડોળ અત્યાર સુધીમાં ફાળવ્યું છે અને 85 લાખ લોકોને રોજગાર અપાવવામાં સફળતા મળી છે. સરકાર આ યોજનામાં કામદાર પ્રોવિડન્ટ ફંડમાં માલીકનો જે ફાળો હોય છે તેમાં રૂા.15000થી ઓછા પગારદારોના ખિસ્સામાં ત્રણ વર્ષ માટે માલીકનો ફાળો સરકાર ભરે છે. જેના કારણે એકમોને રોજગાર આપવામાં સરળતા રહે છે.


Advertisement