રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાનાં બારણે ટકોરા : તાપમાન ઘટયુ

07 November 2018 05:16 PM
Rajkot

પવનની દિશા બદલાઈ : ઉતરનાં પવનો શરૂ:રાજકોટમાં સવારે ૧૮.૩, બરોડામાં ૧૬ર, ભાવનગરમાં ૧૯ અને સુરતમાં ર૦ ડિગ્રી તાપમાન નોંધાયુ

Advertisement

રાજકોટ, તા.૭ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અાજે સવારથી અચાનક જ શિયાળાનાં અાગમનનાં અેંધાણ મળી ગયા છે અને નોમૅલ કરતા પણ ૧ થી ૧।। ડીગ્રી તાપમાન ઘટી ગયું છે. જયારે છેલ્લા ર૪ કલાક દરમ્યાન જ રાજકોટ સહિત અનેક સ્થળોઅે ૪ થી પ ડીગ્રી તાપમાન ઘટી જતા લોકોઅે અાજે તીવ્ર ઠંડીનો અહેસાસ કયોૅ હતો. રાજકોટ શહેરની જ વાત કરીઅે તો, રાજકોટ શહેરમાં અાજે અેક જ રાતમાં પ.૯ ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું હતું શહેરમાં અાજે સવારે લઘુતમ તાપમાન ૧૮.૩ ડિગ્રી નોંધાયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બરનાં બીજા વિકમાં રાજકોટમાં નોમૅલ ૩પ ડિગ્રી તાપમાન હોય છે પરંતુ ર૪ કલાકમાં જ નોમૅલ કરતા અોછું તાપમાન થઈ ગયંુ છે. નવેમ્બરનાં બીજા વિકથી જનરલ ઠંડાનો ચમકારો સૌરાષ્ટ્રમાં શરૂ થાય છે અને શિયાળાનું અાગમન થાય છે. અા વષેૅ પણ અાવું જ વાતાવરણ સજાૅયુ છે. દરમ્યાન રાજયમાં બરોડામાં પણ અેક જ રાતમાં પ ડિગ્રી તાપમાન ઘટયુ હતું અને અાજે સવારે ૧૬.ર ડિગ્રી તાપમાન નોંધાયુ હતું ઉપરાંત સુરતમાં ર.૯ ડિગ્રી તાપમાન ઘટવા સાથે ર૦.પ ડિગ્રી તાપમાન રહયું હતું. જયારે ભાવનગરમાં અાજરોજ સવારે ૧૯.૧ ડિગ્રી તાપમાન રહયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હિમાચલ-કાશ્મીરમાં બરફ વષાૅ થઈ છે અને પશ્ર્િચમને બદલે ઉતર-ઉતર પૂવૅનાં પવનો શરૂ થયા છે. જેથી ઠંડીનું પ્રમાણ અચાનક જ વધી ગયું છે.


Advertisement