અનિલ અંબાણીની બે કંપનીના 144 ખાતામાં રૂા.19 કરોડનું બેલેન્સ

07 November 2018 05:15 PM
India
  • અનિલ અંબાણીની બે કંપનીના 144 ખાતામાં રૂા.19 કરોડનું બેલેન્સ

અમેરિકન ટાવર કંપનીએ રૂા.230 કરોડનો દાવો કર્યો છે પણ રીલાયન્સ એડીએજીના ખાતામાં પૈસા જ નથી

Advertisement

નવી દિલ્હી તા.7 : અનિલ અંબાણીની કંપની રીલાયન્સ કોમ્યુનીકેશન અને રીલાયન્સ ટાવર લીમીટેડ પાસે અમેરિકી ટાવર કંપનીએ રૂા.230 કરોડ વસુલવા દાવો કર્યો છે પરંતુ આ બંને કંપનીઓના ખાતામાં ફકત 19.34 ક્રોડનું જ બેલેન્સ છે. અનિલ અંબાણીની આ કંપનીઓએ તેમનો મોબાઈલ બીઝનેસ સમેટી લીધો છે અને તેના પર ગત વર્ષે રૂા.46000 કરોડનું દેવુ હતુ જે હવે તેના એક બાદ એક બીઝનેસ વેચીને ભરપાઈ કરી રહી છે. પરંતુ અમેરિકન ટેલીકોમ કંપનીએ તેના લેણા માટે અનિલ અંબાણી ગ્રુપને દિલ્હી હાઈકોર્ટમાં ઢસડી ગઈ છે જેમાં કંપનીના 144 બેન્ક ખાતાઓમાં કુલ રૂા.19.34 કરોડનું જ બેલેન્સ હોવાનું અદાલત પાસે રજુ થયું છે. હવે આ ખાલી ખીસ્સા વચ્ચે રૂા.230 કરોડનું દેવું કઈ રીતે ચૂકવાશે તે પણ પ્રશ્ર્ન છે.


Advertisement