શહેરી વિસ્તારોના 52 ટકા યુવક-યુવતીઓનું બે ભાષા પર પ્રભુત્વ

07 November 2018 05:14 PM
India
  • શહેરી વિસ્તારોના 52 ટકા યુવક-યુવતીઓનું બે ભાષા પર પ્રભુત્વ

18 ટકા ત્રણ ભાષા વાંચી-બોલી-લખી શકે છે જો કે ગ્રામીણ ભારતમાં હજુ ચિત્ર નબળુ: ફકત 22 ટકા જ બે ભાષા બોલી શકે છે

Advertisement

દેશમાં જેમ-જેમ શિક્ષણનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ એકથી વધુ ભાષાઓ બોલનારા, સમજનારા અને લખનારાઓની સંખ્યા પણ વધતી જાય છે. છેલ્લા સર્વે મુજબ દેશમાં 20થી24 વર્ષના 52 ટકા યુવક-યુવતીઓ હવે બે ભાષા પર પ્રભુત્વ ધરાવતા થઈ ગયા છે. જયારે 18 ટકા યુવક-યુવતીઓ ત્રણ ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. જો કે આ પ્રકારના સર્વેમાં એ પણ ખુલ્લુ થયુ છે કે ગ્રામ્ય અને શહેરી ભારત વચ્ચે હજુ પણ મોટો તફાવત છે. ગ્રામીણ વિસ્તારોમાં ફકત 22 ટકા યુવક-યુવતીઓ બે ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. જયારે ત્રણ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા લોકોની સંખ્યા પાંચ ટકા છે. શહેરી વિસ્તારોમાં આ ટકાવારી બે ભાષામાં 44 ટકા અને ત્રણ ભાષામાં 15 ટકા છે. સામાન્ય રીતે પશ્ર્ચિમ અને ઉતર મધ્ય ભારતમાં સ્થાનિક ભાષા અને હિન્દી એમ બે ભાષા અને ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી લોકપ્રિય છે જયારે દક્ષિણ ભારતમાં તામીલ, તેલુગુ, કન્નડ અને બીજી ભાષાં તરીકે ઈંગ્લીશ અને ત્રીજી ભાષા તરીકે હિન્દી સ્વીકાર્ય છે. શહેરી વિસ્તારોમાં 50થી59 વર્ષના લોકોમાં 20 ટકા પુરુષો ત્રણ ભાષા બોલી શકે છે.


Advertisement