બુલેટ ટ્રેનના તાલીમી ટ્રેક માટેનો સામાન જાપાનથી આવી ગયો

07 November 2018 05:12 PM
Ahmedabad Gujarat
  • બુલેટ ટ્રેનના તાલીમી ટ્રેક માટેનો સામાન જાપાનથી આવી ગયો

વડોદરામાં વિશાળ તાલીમ ઈન્સ્ટીટયુટ ઉભી કરાઈ

Advertisement

વડોદરા: ગુજરાતમાં અમદાવાદ, મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે એક તરફ જમીન સંપાદનનો વિવાદ ચાલી જ રહ્યો છે. તે વચ્ચે જાપાનની આ બુલેટ ટ્રેનના સ્લેબ-ટ્રેક, ટેઈલ એન્ડ બાર્સ સહિતના સામાન જાપાનથી આવી ગયા છે. જો કે તેનો ઉપયોગ વડોદરામાં જે બુલેટ ટ્રેન પ્રોજેકટનું ટ્રેનીંગ સેન્ટર શરૂ થવાનું છે ત્યાં ઉપયોગમાં લેવાશે. આ ક્ધસાઈનમેન્ટ- મુંબઈ આવ્યું હતું અને બાદમાં તે રેલવે માર્ગે વડોદરા લાવવામાં આવ્યું છે અને હવે તે અહીથી હાઈસ્પીડ, ટેઈલ, ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટના વર્કશોપમાં લઈ જવાયું છે.
આ સમગ્ર પ્રોજેકટ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા હેન્ડલ કરે છે અને વડોદરામાં રેલ્વે યુનિ. ઉપરાંત નેશનલ એકેડેમી ઓફ ઈન્ડીયન રેલવેની આ સ્થાપના થઈ છે. આ ક્ધસાઈનમેન્ટમાં 20 ટ્રેક લાંબા 200 મીટર રેઈલ એન્ડ બારનો સમાવેશ થાય છે. હવે અહી આ સામાનનો તાલીમ માટે ઉપયોગ થશે.


Advertisement