મલ્ટીપ્લેકસ મોલમાં ફ્રી કે પેઈ પાર્કીંગ? હાઈકોર્ટે હવે રાજય સરકારને નિર્ણય લેવા જણાવ્યુ

07 November 2018 05:09 PM
Ahmedabad Gujarat
  • મલ્ટીપ્લેકસ મોલમાં ફ્રી કે પેઈ પાર્કીંગ? હાઈકોર્ટે હવે રાજય સરકારને નિર્ણય લેવા જણાવ્યુ

Advertisement

અમદાવાદ તા.7
ગુજરાતમાં શોપીંગ મોલ અને મલ્ટીપ્લેકસમાં ફ્રી પાર્કીંગ મુદે હાઈકોર્ટમાં ચાલી રહેલા વિવાદમાં એક વખત ફ્રી પાર્કીંગ એ નાગરિકોનો અધિકાર હોવાનું પ્રસ્થાપીત થયા બાદ ફરી એક વખત તેમાં પાર્કીંગ ચાર્જ લેવા હાઈકોર્ટની ખંડપીઠે છુટ આપી હતી જેની સામે ડીવીઝન બેંચે સ્ટે આપ્યો છે અને હાલ ફ્રી પાર્કીંગની વાત ફરી એક વખત હવામાં ઉડી ગઈ છે. અગાઉ હાઈકોર્ટની સીંગલ જજની ખંડપીઠે મલ્ટીપ્લેકસ અને મોલમાં પ્રથમ એક કલાક માટે ફ્રી પાર્કીંગ અને બાકી ટુ વ્હીલર માટે રૂા.10 અને ફોર વ્હીલર માટે રૂા.30નો ચાર્જ નકકી કર્યો હતો જેને હવે સુરતના ધનલક્ષ્મી ઈન્ફ્રાસ્ટ્રકચરે પડકારતા ફરી એક વખત સ્ટે આવ્યો છે અને રાજય સરકારને એક સર્વગ્રાહી પાર્કીંગ પોલીસી ઘડવા માટે આદેશ આપ્યો છે અને જણાવ્યું છેકે સરકાર પાર્કીંગ પોલીસી નકકી કરવા મુક્ત રહેશે અને હાઈકોર્ટમાં જે વિવાદ ચાલ્યો છેતેની કોઈ અસર થશે નહી.


Advertisement