મ્યુ.કોર્પો. ફાયર વિભાગનીગાઈડલાઈનનો અમલ કરે

07 November 2018 05:08 PM
Rajkot

પગલા લેવામાં તંત્ર હજૂ નિષ્ક્રીય: કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુ.કમિશ્ર્નરને આવેદનપત્ર

Advertisement

રાજકોટ તા.7
દિપાવલીના પર્વમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગની જરૂરી ગાઈડલાઈન બહાર આવે તેવી માંગણી સાથે વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે મ્યુ.કમિશ્ર્નરને એક આવેદનપત્ર પાઠવેલ છે. આ અંગે કોર્પોરેશન જાગૃતીબેન ડાંગરે જણાવ્યુ છે કે સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા દિપાવલીના પર્વ નિમિતે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. પરંતુ મ્યુ. કોર્પો. દ્વારા ફાયર વિભાગની હજૂ ગાઈડલાઈન બહાર પાડવામાં ન આવી હોય તંત્ર ઘોર નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે. મ્યુ.કોર્પો. આગ અંગે સાવચેત રૂપે શું પગલા લેવામાં આવશે તે અંગે હજુ મૌન છે. તેઓએ જણાવેલ છે કે શાસકો આતશબાજી કરવાના તાયફામાં મશગુલ છે. અધિકારીઓ રજાના મુડમાં છે. ત્યારે આ બાબતે પગલા જરૂરી છે.


Advertisement