દિપાવલી પવૅ નિમિતે વિવિધ સંસ્થા અને સેવાઅો બંધ રહેશે

07 November 2018 05:07 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.જ્ઞ હિન્દુ વષૅનો મહાપવૅ અેટલે દિવાળી અાવતીકાલે દિવાળીની ઉજવણી ભવ્ય રીતે રાજકોટ સહિત સમગ્ર દેશમાં કરવામાં અાવશે. ત્યારે અા મહાપવૅ નિમિતે જાહેર ખાનગી, સરકારી સંસ્થાઅો બંધ રહેતી હોય છે. તેમજ વિવિધ સેવાઅો પણ બંધ રહેશે. જેમાં ગીરારાજ હોસ્પિટલ ગીરીરાજ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલમાં તા. ૭/૧૧/ર૦૧૮ થી ૧૦/૧૧/ર૦૧૮ સુધી ફ.મ વિભાગ દિવાળીના તહેવારને લીધે બંધ રહેશે. અા રજાઅો દરમ્યાન અમારી હોસ્પિટલમાં ર૪।૭ ઈમરજન્સી વિભાગ ચાલુ રહેશે અને ગેસ્ટ્રો વિભાગ પણ ઈમરજન્સી વકૅ ચાલુ રાખશે. રોટરી કલબ અોફ રાજકોટ મીડટાઉન ચેરી. ટ્રસ્ટ દિવાળીના તહેવાર નિમિતે પી.બી. ખેરા મેડીકલ સેન્ટર ખાતે રોટરી કલબ અોફ રાજકોટ મીડટાઉન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચાલતા શ્રીમતી સાકરબેન પુરષોતમ શેઠ ડાયાબીટીક કલીનીક તથા ડેન્ટલ કલીનીક, ઈઅેનટી કલીનીક તથા રોટરી મીડટાઉન કલીનીક તા. ૭/૧૧/ર૦૧૮ થી તા. ૧૦/૧૧/ર૦૧૮ બંધ રહેશે. માનવ અધિકાર સમિતિ કાયાૅલય વોડૅ નં. ૧૭ માં ઘનશ્યામનગર રાજકોટ જિલ્લા માનવ અધિકાર સમિતિનંુ કાયાૅલય તા. ૬ થી ૧૧ સુધી દિપાવલી નૂતન વષૅમાં તહેવાર નિમિત્તે બંધ રાખવામાં અાવશે. તેમ સહ કન્વીનર કમાજીભાઈ બી. દાફડાની યાદીમાં જણાવે છે. દિવાળીના તહેવારમાં સિવિલ હોસ્પિટલ કાયૅશીલ રહેશે રાજકોટ પી.ડી.યુ. સરકારી સિવિલ હોસ્પીટલનાં કાઉન્સેલર જયંત ઠાકર અેક અખબારી યાદીમાં જણાવે છે કે સૌરાષ્ટ્રની મુખ્ય અધતન સારવાર પુરી પાડતી રાજકોટ સિવીલ હોસ્પીટલ કે જયાં અસંખ્ય દદીૅઅો સારવાર લેવા અાવે છે.ત્યારે ગુજરાતરુસૌરાષ્ટ્રમાં દિવાળીનો પવિત્ર તહેવાર ધામધુમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે દિવાળીનાં પવિત્ર તહેવારમાં સરકારી તંત્રોમાં રજા જાહેર થતી હોય છે. પણ અહિ દિવાળીનાં તહેવારોમાં રાજકોટ સિવિલ હોસ્પીટલ રજાનાં દિવસે પણ સતત કાયૅશીલ રહેશે. ખાસ કરીને બન્સ વિભાગ તેમજ અોથોૅપેડીક વિભાગ સતત કાયૅશીલ રહેશે. અને તમામ દદોૅ માટે ડોકટરો રજાનાં દિવસે પણ પોતાની સેવા અાપશે.


Advertisement