શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે ચોકલેટ, ફટાકડા તથા મિઠાઈનંુ વિતરણ

07 November 2018 05:06 PM
Rajkot
  • શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે ચોકલેટ, ફટાકડા તથા મિઠાઈનંુ વિતરણ

Advertisement

શહેરની ઝુપડપટ્ટીઅો તથા પછાત વિસ્તારોમાં વસતા બળાકો માટે તથા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઅો ચલાવતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે ધનતેરસના શુભ દિવસે સ્થળ ઉપર જઈ બાળકોને ચોકલેટ, ફટાકડા તથા મીઠાઈનંુ વિતરણ કરાયંુ હતંુ. શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઅો અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણી, અમિનેષભાઈ રૂપાણી સાથે મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, શ્રીમતી સીમાબેન બંછાનીધી પાની ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર શ્રી બીનાબેન અાચાયૅ, ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, કૃણાલ સ્ટ્રકચર ઈન્ડિયા પ્રા.લી.ના પારસભાઈ અને મુકેશભાઈ સોની, રામ ફાયરવકસૅના વિક્રમભાઈ લાલવાણી તથા ભરતભાઈ સોનવાણી દેવાંગભાઈ માંકડ, સ્થળ ઉપર જઈ ચોકલેટ, ફટાકડા તથા મીઠાઈનંુ વિતરણ કયુૅં હતંુ. જે અંતગૅત ટ્રસ્ટ દ્વારા ચલાવાતા વિવિધ કેન્દ્રો મયુરનગર, લોહાનગર, રૈયાધાર, ઈન્દીરાનગર, મોરબી રોડ તથા સાતહનુમાન વિસ્તારના સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકોને તથા જ્ઞાનપ્રબોધીની પ્રોજેકટના લાભાથીૅ બાળકોને ચોકલેટ, ફટાકડા તથા મીઠાઈના પેેકેટ મળતા તેમના ચહેરા ઉપર દિવાળીનો ઉમંગ છવાઈ ગયો હતો.


Advertisement