જલારામ બાપાની જન્મજયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન : વીસ હજાર ભાવિકો લાભ લેશે

07 November 2018 05:05 PM
Rajkot

જલારામ સેવા સમિતિ દ્વારા

Advertisement

રાજકોટ તા.7
પૂજય જલારામ બાપાની 219મી જન્મજયંતીની ઉજવણી માટેની મીટીંગ ચંદુભાઇ રાયચુરાનાં નિવાસ સ્થાને મળેલ પુજય બાપાની જન્મ જયંતી પ્રસંગે તા.14/11/18ને બુધવારનાં રોજ સાંજે 6:30 કલાકે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે તા.13/11ને મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકથી રાજુભાઇ સોનપાલ પ્રસ્તુત શ્રી નાથજીની ઝાંખી કાર્યક્રમ નિરધારેલ છે. આ વર્ષે રકતદાન શિબિર, મહાપ્રસાદ ઉપરાંત-અંધ-અપંગ, દિવ્યાંગ, ઝુંપડપટ્ટી વિગેરેનાં વૃઘ્ધો તેમજ બાળકોને પ્રસાદ લેવડાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. પૂજય જલારામ જયંતી ઉજવણીમાં પુજય જલારામ બાપાની શોભાયાત્રા શશીકાંતભાઇ ગઢીયાનાં ઘરઆંગણે નંદનવન-2 મોમ્બાસા એવન્યુ પાર્ક, ટેલીફોન એક્ષચેન્જ પાછળ, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ પરથી સવારે 9 કલાકે નીકળી શ્રી જલારામ નગરી, રૂડા ગ્રાઉન્ડ, નાગરિક બેંક પાસે, મોદી સ્કૂલની સામે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે પહોંચશે.


Advertisement