રસુલખાન ઝનાના હોસ્પિટલમાં શૌચાલય તંત્ર દ્વારા ઓચીંતુ બંધ કરતા લોકોમાં રોષ

07 November 2018 05:05 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.7
પંડિત દિનદયાળ ઉપાઘ્યાય હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) અંડરમાં આવતી રસુલખાન જનાના હોસ્પિટલ ખાતે ગેઇટની બાજુમાં આવેલ પે એન્ડ યુઝ (શૌચાલય) તંત્ર દ્વારા ઓચીંતુ બંધ કરતા લોકોમાં રોષની લાગણી છવાઇ ગયેલ છે.
રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર સિવિલ હોસ્પિટલ ચોક શહેરનું હૃદયમાં જયાં અદાલતો, પેટ્રોલ પંપ, મોચીબજાર બસ સ્ટોપ, દાણાપીઠ, જુની કલેકટર કચેરી, રેલવે સ્ટેશન તેમજ સૌરાષ્ટ્રના પાંચેક જિલ્લા સંકલનમાં હોય, અમદાવાદ, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગર વિગેરેના લોકો પબ્લીક પેસેન્જરની અવર-જવરમ આ ચોકમાં હોય આ વિસ્તારનું પે એન્ડ યુઝ (શૌચાલય) સને 200પથી ચાલતું આ શૌચાલય છેલ્લા 13 વર્ષથી ચાલતું હોય ઓચીંતા બંધ થતા સેકળો લોકોને પરેશાની સર રસુલખાન જનાના હોસ્પિટલનું નવું બાંધકામ કરવાનું થતા ટોયલેટ (શૌચાલય)ને કાંઇ લેવા દેવા ન હોવા છતાં પણ શૌચાલય બંધ કરાવતા જાગૃત નાગરિક દ્વારા ગુજરાત નામદાર હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની રીટપીટીશન (પીએલઆઇ/224/18) દાખલ થયેલ છે. તેમ શિવશકિત યુથ ફેડરેશનના ચેરમેન મહેશભાઇ મહિલાએ યાદીમાં જણાવ્યું છે.


Advertisement