રાજકોટ જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપક મદલાણીનો શનિવારે જન્મ દિન: 43મા વર્ષમાં પ્રવેશ

07 November 2018 05:05 PM
Rajkot
  • રાજકોટ જીલ્લા ભાજપ ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપક મદલાણીનો શનિવારે જન્મ દિન: 43મા વર્ષમાં પ્રવેશ

Advertisement

રાજકોટ તા.7
તા.10/11/1975 રાજકોટ ખાતે જન્મેલા અને મૂળ પોરબંદર રહેવાસી યુવા અગ્રણી સામાજિક કાર્યકર્તા દિપક મદલાણી 43માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
યુવા ભાજપના મંત્રી તરીકે સતત બે ટર્મ રહી ચૂકેલા અને 7 વર્ષ સુધી ભાજપના કાર્યાલય મંત્રી તરીકે નિ:શુલ્ક નિ:સ્વાર્થ સેવા આપી ચૂકેલા યુવા નેતા અને સામાજીક કાર્યકર્તા દિપક મદલાણીનો શનિવારે જન્મદિન છે.
સ્વસ્તીક શિકાભાઈ કંપનીમાં સીનીયર મેનેજર તરીકે કામ કરી ચૂકેલા અને બાન લેબ્સ પ્રા.લી. (સેસા)માં વાઈસ પ્રેસીડન્ટ તરીકે માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. દિપક મદલાણીનું સેલ્સ કેરીયર એકદમ સ્પષ્ટ વકતા અને ઈમાનદારીપૂર્વક રહેલ છે. માર્કેટીંગ લાઈનમાં બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. વેપારી વર્ગમાં બહોળું વર્તુળ છે અને બહોળો ચાહક વર્ગ ધરાવે છે.
ગુજરાતના દરેક ટાઉનમાં સેલ્સમેન એસોસીએશન બનાવી સેલ્સ લોકોને મજબુત બનાવવામાં તેમનો સિંહફાળો છે. તેઓ સૌરાષ્ટ્ર કચ્છ સેલ્સમેન એસોસીએશન અને ગુજરાત સેલ્સ વેલ્ફેરના સ્થાપક પ્રમુખ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ કામદાર સેનાના સેલ્સમેન વેલ્ફેર એસોસીએશનનાં તેઓ મંત્રી છે અને મુંબઈ મહારાષ્ટ્રમાં સેલ્સમેન એસોસીએશનના પ્રશ્ર્નોમાં ખુબ એકટીવ છે.
આ ઉપરાંત અભિનવ સોશ્યલ ગ્રુપ, નમસ્કાર સોશ્યલ ગ્રુપ, ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ, સહાય કલબ, જલારામ યુથ કલબ ઉપરાંત 25થી વધુ સંસ્થામાં હોદા ધરાવે છે અને સક્રિય કાર્યરત છે.
ગુજરાત એસ.ટી. બોર્ડમાં પણ સલાહકાર સમિતિના સભ્ય રહી ચૂકયા છે. વિશ્ર્વ હિન્દુ પરિષદની ધર્મયાત્રામાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકયા છે.
રાજકોટ રઘુવંશી પરીવારમાંથી આવતા દિપક મદલાણી રાજકોટમાં ભૂતકાળમાં ભાજપનો મિડિયા સેલનો કાર્યભાર સંભાળતા હતા. દિપક મદલાણી બેસ્ટ સેલ્સ રત્નનો એવોર્ડ ઉપરાંત બેસ્ટ સેલ્સ પર્સન એવોર્ડ મેળવી ચૂકયા છે.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ તેમજ ગોવાના સૌથી મોટા માર્કેટીંગ સેલ્સ ગ્રુપ વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના 35 વર્ષ બાદ પ્રથમ ગુજરાતી પ્રમુખ તરીકે જુલાઈ માસમાં નિમણુંક થયેલ છે.
હાલમાં સાફીલો હેલ્થ કેરમાં પ્રેસીડેન્ટ માર્કેટીંગ તરીકે ઓલ ઈન્ડિયા માર્કેટીંગની જવાબદારી સંભાળી રહ્યા છે તેમનો મો.નં. 80000 00234 છે.


Advertisement